AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઔષધીય પાક અશ્વગંધાની ખેતી પધ્ધતિ: (ભાગ- 2)
સલાહકાર લેખઅપની ખેતી
ઔષધીય પાક અશ્વગંધાની ખેતી પધ્ધતિ: (ભાગ- 2)
ધરુવાડીનું વ્યવસ્થાપન અને ફેરરોપણી: વાવણી કરતાં પહેલા હળ વડે ખેતરને ખેડવું અને ત્યારબાદ જમીનની સારી ખેડ કરી ચાસ પાડવા અને જમીનને પોષણયુક્ત બનાવવા માટે તેમાં જૈવિક ખાતર ઉમેરવા. ધરૂવાડીયાના ક્યારા ઉંચા રાખવા અને ઉપચાર કરેલ બીજને વાવણી માટે ઉપયોગ કરવો. ફેરરોપણી કરતાં પહેલાં, માટીને પોષણયુક્ત બનાવવા તેમાં 10-20 ટન છાણીયું ખાતર, 15 કિ.ગ્રા. યુરિયા, અને 15 કિ.ગ્રા. ફોસ્ફરસ આપવું.. બીજ 5-7 દિવસોમાં અંકુરિત થાય છે અને લગભગ 35 દિવસોમાં ફેરરોપણી કરવા માટે તૈયાર થઇ જાય છે. ફેરરોપણી કરતાં પહેલા પૂરતાં પ્રમાણમાં પાણી આપવું જરૂરી છે જેથી નવા છોડવાઓને(ધરુઓ) સરળતાથી નીકાળી શકાય. ફેરરોપણીની પ્રક્રીયા ખેતરમાં ઉપલબ્ધ 40 સે.મી. પહોળા ચાસ (ક્યારા) ઉપર કરવી. ખાતરનું વ્યવસ્થાપન: જમીનની તૈયારી કરતી વખતે, લગભગ 4-8 ટન છાણીયું ખાતર એકર દીઠ નાખવું અને માટીમાં સારી રીતે મિશ્ર કરવું. ત્યારબાદ સમાર ઉપયોગ કરી ખેતરને સારી રીતે સમતલ કરવું. આ એક ઔષધિય છોડ છે અને જૈવિક ખેતી વડે તેને ઉગાડવામાં આવે છે તેથી આમાં કોઇ પણ પ્રકારના રાસાયણીક ખાતર કે કીટનાશકનો વધુ ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. કેટલાક જૈવિક ખાતર જેમ કે છાણીયું ખાતર (એફવાયએમ) , વર્મી કમ્પોસ્ટ, અને લીલા ખાતર વગેરેનો જરૂરીયાત મુજબ ઉપયોગ કરી શકાય છે. કેટલાક બાયો- કીટનાશક, લીમડો,ધતૂરો, ગૌ-મૂત્ર, વગેરે માંથી તૈયાર થાય છે, માટી અને બીજ માંથી પેદા થતાં રોગોને અટકાવવા માટે ઉપયોગ કરી શકાય છે. માટીની ઉપજાઉ ક્ષમતા વધારવા માટે નાઇટ્રોજન (યુરિયા 14 @ કિ.ગ્રા.) અને 6 કિ.ગ્રા. ફોસ્ફરસ (સિંગલ સુપર ફોસ્ફેટ @ 38 કિ.ગ્રા.) પ્રતિ એકર ના પ્રમાણ મુજબ આપી શકાય. ઓછી ઉપજાઉ જમીનમાં સારું ઉત્પાદન મેળવવા માટે હેક્ટર દીઠ 40 કિ.ગ્રા. નાઇટ્રોજન અને ફોસ્ફરસ પર્યાપ્ત છે. નીંદામણનું નિયંત્રણ: ખેતરને નીંદામણ મુક્ત રાખવા માટે ૨ વાર નિંદામણ કરવું ખાસ જરૂરી છે. પહેલી વખત વાવણીના 20-25 દિવસ બાદ અને બીજી વખતની વાવણીના પહેલી વાવણીના 20-25 દિવસ બાદ કરવી. નીંદણને રોકવા માટે બીજ રોપતા પહેલાં, 600 ગ્રામ ગ્લાઇફોસેટ પ્રતિ એકરના પ્રમાણ મુજબ આપવું. સિંચાઇ: અનાવશ્યક પાણી અને વરસાદથી પાકને નુકશાન થાય છે. જો વરસાદના દિવસો હોય તો પાકને સિંચાઇની જરૂર પડતી નથી તેના સિવાય એક કે બે સિંચાઇ કરવી. સિંચાઇની જરૂરીયાતના સમયે પાકની 10-15 દિવસે એક વાર સિંચાઇ કરવી. પહેલી સિંચાઇ અંકુરણના 30-35 દિવસો બાદ કરવી અને બીજી સિંચાઇ પહેલી સિંચાઇના 60-70 દિવસો બાદ કરવી. કાપણી: પાક 160-180 દિવસમાં પરિપક્વ થાય છે. કાપણી સૂકા મોસમમાં કરવી જ્યારે છોડ પરના પાન સૂકાઇ જાય અને ફળ લાલાશ પડતાં નારંગી રંગના થઇ જાય છે. કાપણી હાથ વડે જ છોડને મૂળીયા સાથે ઉખેડી મૂળને નુકશાન ન થાય તેમ કરવામાં આવે છે. સ્ત્રોત : અપની ખેતી
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
332
0
અન્ય લેખો