AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઔષધીય છોડ અશ્વગંધા ની સંપૂર્ણ માહિતી !
નઈ ખેતી, નયા કિસાનTV 9 ગુજરાતી
ઔષધીય છોડ અશ્વગંધા ની સંપૂર્ણ માહિતી !
🌱 અશ્વગંધા સખત અને દુષ્કાળ સહન કરનાર છોડ છે. તેને “શિયાળુ ચેરી” તરીકે પણ ઓળખવામાં આવે છે. જમીન પસંદગી : 🌱 અશ્વગંધા 7.5થી 8.0ની વચ્ચે પીએચ સાથે સારી રીતે પાણી નિકાલવાળી રેતાળ લોમ અથવા હળવા લાલ માટીમાં ઉગાડવામાં આવે ત્યારે શ્રેષ્ઠ પરિણામો આપે છે. વાવણીનો સમયગાળો : 🌱 જૂન-જુલાઈ મહિનામાં અશ્વગંધાની ખેતી માટે નર્સરી તૈયાર કરવામાં આવે છે. અશ્વગંધા છોડની પાણીની જરૂરિયાત : 🌱 અશ્વગંધાની ખેતી અતિશય સિંચાઈ અથવા પાણી ભરાયેલી પરિસ્થિતિઓને સહન કરતી નથી. રોપણી વખતે હળવા સિંચાઈથી છોડની જમીનમાં સારી વૃદ્ધિ થાય છે. સારી મૂળ ઉપજ માટે પાકને 8થી 10 દિવસના અંતરે એકવાર પિયત આપવું જોઈએ. રોગ અને જીવાત : 🌱 અશ્વગંધા ખેતીના પાકમાં કોઈ ગંભીર જીવાત જોવા મળતી નથી. આ રોગને ઘટાડવા માટે રોગમુક્ત બીજ પસંદ કરવા અને વાવણી પહેલા બીજની માવજત કરવી જરૂરી છે. રોગોથી બચવા માટે લીમડો, ચિત્રમૂલ, ધતુરા, ગૌમૂત્ર વગેરેમાંથી જૈવિક જંતુનાશકો તૈયાર કરી શકાય છે. આ સિવાય પાક ફેરબદલ અને જમીનના યોગ્ય નિકાલને અપનાવવાથી કોઈપણ રોગની અસર ઓછી થશે. લણણી : 🌱 સૂકાં પાંદડાં અને લાલ-નારંગી બેરી પરિપક્વતા લણણીનો સમય દર્શાવે છે. અશ્વગંધાનો પાક વાવણી પછી 160-180 દિવસે લણણી માટે તૈયાર થઈ જાય છે. મૂળ માટે આખો છોડ ઉપડાવો જોઈએ. 🌱 અશ્વગંધા રોગપ્રતિકારક શક્તિ વધારે છે, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે, બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, હૃદય માટે સારી છે, કોલેજનને ઉત્તેજિત કરે છે અને ઘા જલ્દી મટી જાય છે, ડિપ્રેશન, તણાવ અને ચિંતા ઘટાડે વગેરે જેવા અનેક સ્વાસ્થ્ય લાભો છે. મુખ્ય ઉત્પાદન રાજ્યો : 🌱 ભારતમાં આ પાકના મુખ્ય ઉત્પાદક રાજ્યો મધ્ય પ્રદેશ, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ છે. નોંધ : પાક વાવેતર પહેલા કૃષિ નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ છે. સંદર્ભ : TV 9 ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
18
5