પશુપાલનકૃષિ જાગરણ
ઓ..હો..પશુ નું આધારકાર્ડ ! જાણો કેવા થશે ફાયદાઓ !
ચાલો જાણીએ કે, આ પશુ 🐄 આધાર શું છે? ખરેખર, પશુઓનું ટેગિંગ તેમનું પશુ આધાર કાર્ડ છે. હવે દેશભરની દરેક ગાય 🐄 અને ભેંસ 🐃 માટે એક યુનિક ઓળખ નંબર આપવામાં આવશે. પરિણામે, પશુપાલકો સોફટવેર દ્વારા ઘરે બેઠાં તેમના પશુઓની માહિતી મેળવી શકશે. • આ ઉપરાંત રસીકરણ, 💉 • નસલ સુધારણા કાર્યક્રમ, • તબીબી સહાય 🚑 • તેમ જ અન્ય કામગીરી પણ સરળતાથી નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં પશુધન 🐮 સંબંધિત માહિતી સાથે સંકળાયેલ વિશાળ ડેટાબેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સરકાર પશુધન દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્રીય પશુપાલન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે વર્ષમાં, લગભગ 50 કરોડ પશુઓને તેમના માલિક, તેમની જાતિ અને ઉત્પાદકતા શોધવા ડિજિટલ પ્લેટફોર્મ પર એક અનોખી ID (એનિમલ યુઆઈડી-પશુ આધાર) આપવામાં આવશે. આ માટે પશુઓના કાનમાં 8 ગ્રામ વજનનો પીળો ટેગ લગાવવામાં આવશે. તે જ ટેગ પર 12-અંકનો આધાર નંબર છાપવામાં આવશે. પ્રથમ 300 કરોડ ગાય 🐄 અને ભેંસને 🐃 કરવામાં આવશે ટેગિંગ : મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પશુપાલન અને ડેરીંગ મંત્રી એ જણાવ્યું છે કે દેશમાં આશરે હાલ ૪ કરોડ ગાય, ભેંસનું આધારકાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે જ્યારે દેશમાં ૩૦ કરોડથી વધુ ગાયો, ભેંશ છે. તેમને ઝુંબેશ ચલાવીને ટેગ કરવામાં આવશે. આ કાર્ડમાં યુનિક નંબર, માલિકની વિગતો અને પશુઓની રસીકરણ અને સંવર્ધન વિશેની માહિતી શામેલ હશે.
સંદર્ભ : કૃષિ જાગરણ આપેલ પશુપાલન સમાચાર ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
65
12
અન્ય લેખો