AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઓહ..મીની એસી ધરાવતી પાવર બેંક !!
ઓટોમોબાઈલ એગ્રોસ્ટાર
ઓહ..મીની એસી ધરાવતી પાવર બેંક !!
📱ફોન ચાર્જ થવા સાથે ગરમીથી પણ આપશે રાહત, ૨ હજાર રૂપિયાથી પણ ઓછી છે કિંમત. ચોમાસાની સિઝનમાં પણ લોકો ગરમી અને બફારાથી ત્રસ્ત છે. ઉનાળાની સિઝનમાં એસીના ભાવ વધી જાય છે તે ચોમાસું આવવા છતાં પણ ઘટતા નથી. આવા સમયમાં બજેટ ઘટી જતાં લોકોએ કોમ્પ્રોમાઈઝ કરવું પડે છે. લોકોએ એસીને બદલે કુલર તરફ વળવું પડે છે. આજે તમને એવા પોર્ટેબલ એસી વિશે વાત કરવી છે. જે સાવ ઓછી કિંમતમાં અને સાઈઝમાં સાવ નાનું છે. પરંતુ તમને જરૂરથી ગરમી થકી રાહત આપવા સક્ષમ છે. જબરદસ્ત ઠંકડ આપતું આ ડિવાઈસ વીજળી વિના પણ કલાકો સુધી ચાલુ રહીને ઠંડક આપી શકે છે. 👉પાવર બેંકના ઉપયોગથી ઠંડી હવાનો આનંદ પણ લઈ શકો :- મલ્ટી પર્પઝ રીતે કામ આવતું આ ડિવાઈસ ઘણાં ફિચર્સ સાથે આવે છે. ઘણાં ડિવાઈસ મલ્ટી-ટાસ્કિંગ ફીચર સાથે પણ આવે છે. આવી સ્થિતિમાં પાવર બેંક કેમ પાછળ રહે. અત્યાર સુધી તમે પાવર બેંક સાથે ટોર્ચ જોઈ હશે. પરંતુ, તમને એમ કહેવામાં આવે કે ટોર્ચ નહીં પરંતુ પાવર બેંક સાથે એરકંડિશનર આવે છે. નવા સંશોધનો મુજબ પાવર બેંકમાં જ મિની એર કંડિશનર જોડવામાં આવ્યું છે. 👉સરળતાથી કરી શકાશે ટ્રાવેલિંગ :- સૌથી મહત્વની વાત એ છે કે મિની એર કંડિશનર સાથેની આ પાવર બેંક પોર્ટેબલ હોઈ તમે તેને સરળતાથી તમારી સાથે લઈ જઈ શકો છો અને બહાર જાઓ તો બેગમાં પણ સાથે લઈ જઈ શકો છો. કોઈ પણ જગ્યાએ ગરમીથી રાહત લેવા માટે તેને ચાલુ કરી શકો છો. રોડ ઉપર બસની રાહ જોતા બેઠા હશો તો પણ આ પાવરબેંકથી તમે ઠંડા ઠંડા કુલ રહી શકશો. Vogek 2-in-1 6000mAh પાવર બેંક મિની એર કંડિશનર સાથે ઇન્ડસ્ટ્રી ગ્રેડ મોટર દ્વારા સંચાલિત છે જે ત્રણ ફેન સ્પીડ ઓફર કરે છે. જ્યારે તે ખૂબ ઠંડુ થાય ત્યારે તમે તેને બંધ પણ કરી શકો છો.મિની એર કંડિશનર સાથે પાવર બેંકની સંપૂર્ણ વિગતો જાણવા ઉત્સુકતા હોય તે સ્વાભાવિક છે. 👉ફિચર્સ અને સ્પેશિફિકેશન :- મિની એર કંડિશનર સાથે પાવર બેંક પ્લાસ્ટિક ડિઝાઇન સાથે આવે છે. આ પાવરબેંકમાં વ્હાઈટ અને બ્લેક કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવી છે. તેમાં બિલ્ટ-ઇન 6000 mAh લિ-બેટરી છે. પાવર બેંક બનાવતી કંપની મુજબ તેને ફૂલ ચાર્જ કરવામાં લગભગ ૪ કલાક જેટલો સમય લાગે છે. આ સાથે કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે એકવાર તેને ફુલ ચાર્જ કર્યા પછી આ ડિવાઈસ ૭ થી ૧૨ કલાક સુધી સતત ચલાવી શકાય છે. એના માટે DC 5V/2A ઇનપુટની જરૂર છે. આ ડિવાઈસના ફિચર્સ વિશે વાત કરીએ તો તેમાં USB ચાર્જિંગ આપવામાં આવ્યું છે. 👉કિંમત અને ઉપલબ્ધતા :- તેનો ઉપયોગ ફોનને ચાર્જ કરવા માટે કરી શકાય છે. પવન માટે, તેને ૩ વિન્ડ સ્પીડ ચોઈસ પણ આપવામાં આવી છે. જેથી પંખાની સ્પીડ વધુ ઓછી કરી શકાય. આ ડિવાઈસની કિંમત પણ બહું ઊંચી નથી. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
48
15