ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઓળખો આ પરભક્ષી કિટક “ક્રાયસોપા” !
👉 આ એક ફાયદાકારક પરભક્ષી કિટક છે જે પોચા શરીરવાળી જીવાતો જેવી કે મોલો-મશી, સફેદમાખી, લીલા તડતડિયા, થ્રીપ્સ, પ્રથમ અવસ્થાની ઇયળો તેમ જ ફૂદા-પતંગિયાએ મૂંકેલ ઇંડાનું ભક્ષણ કરી એક ઉમદા મિત્ર કિટક છે. 👉 ભીંડા અને અન્ય શાકભાજીમાં મોલો-મશી હોય તો આ કિટકની ઇયળ ચોક્ક્સ હશે જ. 👉 જો આવી પરભક્ષી ઇયળની સંખ્યાં નોંધપાત્ર હોય તો દવા છાંટવાનું બે-ચાર દિવસ ટાળવું અને આવી પરભક્ષી ઇયળોને કામ કરવા દેવું. 👉 એક ક્રાયસોપાની ઇયળ તેની અવસ્થા દરમ્યાન ૨૫૦ થી ૪૦૦ મોલોનું નિકંદન કાઢી નાંખે છે. 👉 આવા મિત્રકિટકોની જાળવણી કરવી અને જ્યારે પણ જંતુંનાશક દવાઓનો છંટકાવ કરવાનો થાય ત્યારે આવા પરભક્ષીને સલામત હોય તેવી દવાઓ જેવી કે લીમડા આધારિત કે બાયોપેસ્ટીસાઇડ્સનો ઉપયોગ કરવો જોઇએ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
9
1
સંબંધિત લેખ