AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઓછી મૂડી લગાવી શરુ કરો આ બિઝનેસ, મળશે સારી આવક !
બિઝનેસ ફંડાGSTV
ઓછી મૂડી લગાવી શરુ કરો આ બિઝનેસ, મળશે સારી આવક !
👉 જો તમે વધુ આવક માટે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ, પરંતુ ઇન્વેસ્ટમેન્ટ માટે વધુ રૂપિયા ન હોય તો ઓછા રોકાણ સાથે પણ સરળતાથી બિઝનેસ કરી શકાય છે. આજે અમે તમને એક એવા બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું કે જેમાં તમે ફક્ત 10 થી 15 હજાર રૂપિયા રોકાણ કરી વ્યવસાય શરૂ કરી શકો છો અને દર મહિને સારી કમાણી કરી શકો છો. આ વ્યવસાય છે – વેસ્ટ મટીરીયલ્સ .. જી હા ! તમે ઘરના કબાડ માંથી વ્યવસાય શરૂ કરી શકો છો. તો ચાલો જાણીએ કે તેનું માર્કેટ કેટલું મોટું છે અને તેની શરૂઆત કેવી રીતે કરવી? જાણો વેસ્ટ મટીરીયલ્સના વ્યવસાયનું માર્કેટ કેટલું મોટું છે 👉 વિશ્વભરમાં દર વર્ષે 2 અબજ ટનથી વધુ વેસ્ટ મટીરીયલ પેદા થાય છે. ભારતમાં આ આંકડો 277 મિલિયન ટનથી પણ વધુ છે. આટલી મોટી માત્રામાં વેસ્ટ મટીરીયલ્સને મેનેજ કરવું એ સૌથી મુશ્કેલ કાર્ય છે, જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં વેસ્ટ મેનેજમેન્ટ માટે ઘણી પહેલ શરૂ કરવામાં આવી છે. ઘણા લોકો વેસ્ટ મટીરીયલમાંથી ઘરની સજાવટની વસ્તુઓ, જવેલરી, પેઇન્ટિંગ્સ જેવી ચીજો તૈયાર કરી સારી કમાણી પણ કરી રહ્યા છે. ભલે રાંચીનો યુવાન શુભમ કુમાર હોય કે બનારસની શિખા શાહ. આ લોકોએ વેસ્ટ મટીરીયલ માંથી જ પોતાનું ભવિષ્ય વિકસાવ્યું છે અને આજે લાખોમાં બિઝનેસ કરી રહ્યા છે. 👉 આ વ્યવસાયની શરૂઆત કરવા માટે સૌ પ્રથમ તમે તમારી આસપાસ અને તમારા ઘરોની આસપાસનું વેસ્ટ મટીરીયલ ભેગું કરી લો. જો તમે ઇચ્છો, તો મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પણ વેસ્ટ લઈ શકો છો. તમે ભંગારવાળા પાસેથી પણ વેસ્ટ લઈ શકો છો. ઘણા ગ્રાહકો પણ વેસ્ટ મટિરિયલ પ્રોવાઈડ કરે છે તેમની પાસેથી ખરીદી શકાય છે.ત્યારબાદ તેને સાફ કરી લેવું. ત્યારબાદ તેને થોડી ડિઝાઇન અને કલરફુલ બનાવવાનું કામ કરવું..જેમ કે તમે વાંસનું ટૂથબ્રશ બનાવી શકો છો. એમેઝોન પર તેની કિંમત આશરે 70 રૂપિયા છે. આ સિવાય તમે કપ, લાકડાની હસ્તકલા, કેટલ, ગ્લાસ, કાંસકો અને ઘરની અન્ય સજાવટની ચીજો તૈયાર કરી શકો છો. છેવટે માર્કેટિંગનું કામ કરવામાં આવે છે. અને તેને ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્લેટફોર્મ પર વેચી શકાય છે. શુભમ વર્ષે 10 લાખની કરે છે કમાણી 👉 શુભમ કે જે કબાડી ડોટ કોમ ચલાવે છે તેણે પોતાની શરૂઆત એક રિક્ષા અને ત્રણ લોકો સાથે ઘરે ઘરે જઈ વેસ્ટ ભેગો કરીને કરી હતી. આજે આ કંપનીમાં મહિનાનું ટર્નઓવર આઠથી દસ લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. શુભમ કહે છે કે તે એક મહિનામાં 40 થી 50 ટન સ્ક્રેપ લે છે. આ કંપનીની શરૂઆત બે વર્ષ પહેલા ચાર લોકો કરવામાં આવી હતી. આ કંપનીથી આજે 28 લોકોને રોજગાર મળે છે. આ સ્ક્રેપનું શું કરવામાં આવે છે 👉 શુભમના જણાવ્યા અનુસાર આ સ્ક્રેપને રિસાયક્લિંગ માટે માટે મોકલવામાં આવે છે. આયર્ન, કાગળ, કાર્ડબોર્ડ, પ્લાસ્ટિકને અલગ અલગ કારખાનામાં મોકલી રિસાયકલ કરવામાં આવે છે અને તેને ફરીથી ઉપયોગી બનાવવામાં આવે છે. શિખાએ ઘરેથી જ પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. શિખાએ વેસ્ટ મટિરિયલથી યુનિક વસ્તુઓ બનાવીને એક કંપની બનાવી છે. શિખાની કંપનીનું નામ સ્ક્રેપશાળા છે. તેણે 15 હજારમાં વ્યવસાયની શરૂઆત કરી હતી. શિખાએ જણાવ્યું હતું કે તે જંકને સાફ, ડિઝાઇન અને રંગીન કરે છે અને ત્યારબાદ તેને નવી ડિઝાઇન સાથે બજારમાં વેચવામાં આવે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
11
4