AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઓછી મૂડી માં વધુ આવક આપશે તુલસી ની ખેતી !
નઈ ખેતી, નયા કિસાનGSTV
ઓછી મૂડી માં વધુ આવક આપશે તુલસી ની ખેતી !
👉 જો તમે પણ ખેતી કરીને મોટી આવક કમાવા ઈચ્છો છો તો આજે અમે તમને એક એવી ખેતી અંગે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે ખુબ જ સારી કમાણી કરી શકો છો અને આ બીઝનેસ શરૂ કરવા માટે તમારે ખુબ જ ઓછા રૂપિયાનું રોકાણ કરવાની જરૂર પડશે. તુલસીની ખેતી કરીને ઓછા સમય માં કોઇપણ વ્યક્તિ સારી આવક મેળવી શકે છે. 👉 તુલસીની ખેતી કરવા માટે તમારે મોટી રકમની જરૂર નથી પડતી. તેની સાથે જ તેની માંગ પણ ઘણી રહે છે. આજકાલ દરેક ઘરમાં તુલસીના છોડ તો અચૂક હોય જ છે. આ ઉપરાંત, તેનો ઉપયોગ પણ દવાઓ અને પૂજામાં પણ થાય છે. કોરોના સંકટમાં વધી માંગ 👉 જણાવી દઈએ કે મહામારીને કારણે આયુર્વેદિક અને નેચરલ દવાઓ તરફ લોકોનું આકર્ષણ વધી રહ્યું છે અને એજ કારણ છે કે તુલસીની માંગ પણ ઘણી વધી છે. રોજે રોજ તેની માંગમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હાલના સમયની વાત કરીએ તો તેનું બજાર પણ ઘણું વધી ગયું છે. એવામાં જો ઔષધિઓની ખેતીનો બીઝનેસ શરૂ કરવામાં આવે તો તે ઘણો નફાકારક સાબિત થઇ શકે છે. સરળતાથી શરૂ કરી શકો છો બીઝનેસ 👉 આ બીઝનેસ શરૂ કરવા માટે તમારે વધુ રૂપિયા ખર્ચ કરવાની જરૂર નથી. સાથે તેના માટે મોટા પ્રમાણમાં ખેતી કરવાની પણ જરૂર નથી. આના માટે તમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા પણ આ બીઝનેસ કરી શરૂ કરી શકો છો. થઇ શકે છે ૩ લાખ સુધીની આવક 👉 તમને આ ખેતી માટે માત્ર ૧૫ હજાર રૂપિયા ખર્ચ કરવાની જરૂર પડશે. વાવણીના ૩ મહિના બાદ તુલસીનો પાક સરેરાશ ૩ લાખ રૂપિયામાં વેચાઈ જાય છે. બજારમાં હાજર અનેક આયુર્વેદિક કંપનીઓ જેવી કે ડાબર, વૈદ્યનાથ, પતંજલિ વગેરે તુલસીની કોન્ટ્રાક્ટ પર પણ ખેતી કરાવે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
34
16
અન્ય લેખો