AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઓછી જગ્યામાં ખેતી કરીને લાખો રૂપિયા કમાવવા માંગો છો ?
બિઝનેસ ફંડાVTV ગુજરાતી
ઓછી જગ્યામાં ખેતી કરીને લાખો રૂપિયા કમાવવા માંગો છો ?
બેરોજગાર લોકોએ કમાણી કરવી હોય તો આ કામ શરૂ કરી દો, સરકાર પણ કરશે મદદ અને મળશે લાખો રૂપિયા ✔️ખેતી કરવામાં રસ હોય તો કરો આ કામ ✔️આ વસ્તુની ખેતી કરીને કમાવો લાખો રૂપિયા ✔️આ બિઝનેસમાં થશે જોરદાર કમાણી ✔️આજે અમે તમને એવા મેડિસિન પ્લાન્ટની ખેતી વિશે જણાવીશુ, જેમાંથી તમે લગભગ 5 ગણો નફો મેળવી શકો છો. ખાસ વાત એ છે કે તેના માટે તમારે વધારે જગ્યાની જરૂર નહીં પડે. તમે તેને કોન્ટ્રાકટ પર પણ લઈ શકો છો. 👉 આજે અમે તમને એવા બિઝનેસ વિશે જણાવી રહ્યાં છીએ, જેનાથી તમે દર મહિને જોરદાર કમાણી કરી શકો છે. તમને જણાવી દઈએ કે સ્ટીવિયા (stevia)ની માંગ ઝડપથી વધી રહી છે. તેનો ઉપયોગ ખાંડના વિકલ્પ તરીકે થાય છે. દેશ અને દુનિયામાં જે રીતે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, એ રીતે સ્ટીવિયાની માંગ ઝડપથી વધી રહી છે. 👉 કેવો હોય છે છોડ? આ છોડ લગભગ 60થી 70 સેમી સુધી વધે છે. ઉપરાંત આ છોડ ઘણાં વર્ષો સુધી ચાલે છે. આ છોડના પાંદડા સામાન્ય છોડની જેમ જ દેખાય છે, પરંતુ તે ખાંડ કરતા લગભગ 25થી 30 ગણા મીઠા હોય છે. 👉 ક્યાં થાય છે તેની ખેતી? તેની ખેતી હાલ બેંગ્લોર, પુણે, ઇન્દોર અને રાયપુર જેવા શહેરોમાં થઈ રહી છે. આ ઉપરાંત વિશ્વમાં તેની ખેતી પેરાગ્વે, જાપાન, કોરિયા, તાઈવાન અને અમેરિકા જેવા દેશોમાં થાય છે. 👉 કેટલો થશે ખર્ચ અને આવક: જો તમે એક એકરમાં 40,000 છોડ રોપશો તો તેમાં લગભગ એક લાખ રૂપિયાનો ખર્ચ થશે. આ ઉપરાંત તમે નાની જગ્યામાં પણ ખેતી કરી શકો છો. તમે આ ખેતીમાં તમારા ખર્ચ કરતા લગભગ પાંચ ગણી વધુ કમાણી કરી શકો છો. દેશના સામાન્ય પાક જેવા કે શેરડી, ઘઉંની ખેતી કરતા સ્ટીવિયાના વાવેતરમાં વધુ આવક થાય છે. જેના દ્વારા તમે અનેક ગણો નફો કમાઈ શકો છો. 👉 એક પ્લાન્ટને કેટલામાં વેચી શકાય? તમે એક પ્લાન્ટ દ્વારા સરળતાથી 120થી 140 રૂપિયા કમાઈ શકો છો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : VTV ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
85
18
અન્ય લેખો