AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઓછા વરસાદને કારણે સોયાબીનની ખેતીમાં અસર
કૃષિ વાર્તાએગ્રોવન
ઓછા વરસાદને કારણે સોયાબીનની ખેતીમાં અસર
નવી દિલ્હી। ઓછા વરસાદને કારણે ખરીફની વાવણી અસરગ્રસ્ત થઈ છે. જે દેશના મુખ્ય સોયાબીન ઉત્પાદક રાજ્યોમાં સોયાબીનની ખેતીને અસર કરે છે. ગયા વર્ષેની સરખામણીએ સોયાબીનની વાવણીમાં 11% નો ઘટાડો આવ્યો છે. દેશમાં જાન્યુઆરીથી જૂન સુધી 6 લાખ હેકટરમાં સોયાબીનનું વાવેતર થયું હતું. સોયાબીન દેશનો સૌથી મહત્ત્વનો તેલીબિયાં પાક છે અને તે કુલ તેલીબિયાંના ઉત્પાદનમાં લગભગ 3% છે.સોયાબીનના ઉત્પાદનમાં ઘટાડો આવે તો દેશમાં મોટા જથ્થામાં ખાદ્ય તેલની આયાત કરવી પડશે. છેલ્લા 2-3 વર્ષમાં 1.5 લાખ ટન સોયાબીનનું ઉત્પાદન થયું હતું. સોયાબીન સંશોધનના ડિરેક્ટર વી.એસ. ભાટિયાએ કહ્યું કે ઘણા વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે સોયાબીનની વાવણી રોકવી પડી. જો કે, મોડી વાવણીના કારણે ઉત્પાદનના નુકસાનથી બચવા માટે,ખેડૂતો પાકની અન્ય જાતોની વાવણી કરી રહ્યા છે. જે દેશમાં સોયાબીનના ઉત્પાદનને જાળવવામાં મદદ કરી શકે છે. સંદર્ભ - એગ્રોવન, 23 જુલાઈ 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
45
0
અન્ય લેખો