AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઓછા પાણીએ ખેતી કરવાની શાનદાર પદ્ધતિ !
નઈ ખેતી, નયા કિસાનAgrostar
ઓછા પાણીએ ખેતી કરવાની શાનદાર પદ્ધતિ !
ખેતીમાં પિયત મહત્વનો ભાગ ભજવે છે.પિયત પદ્ધતિ માં ડ્રીપ,ફુવારા અને મિનિ સ્પિંકલર જેવી પદ્ધતિ પ્રચલિત છે. અત્યારે નવી પિયત પદ્ધતિ લેઝર પિયત પદ્ધતિ પ્રચલિત થતી જાય છે. પાણી બચાવવામાં કારગર છે પદ્ધતિ : • આ પદ્ધતિથી મગફળી,ડુંગળી ,ધાણા,પાલક,મેથી જેવા પાકોમાં સારું પરિણામ મળે છે.ધોરિયા પાળામાં જે જગ્યા રોકાય છે તે રોકતી નથી અને ઓછા પાણીએ પણ વધુ વિસ્તારમાં વાવેતર કરી શકાય છે બીજુ કે ઉનાળામાં ઓછું પાણી હોય ત્યારેપણ વધુ વિસ્તારમાં વાવેતર કરી શકાય છે. આ પદ્ધતિથી વાવેતર કરવાથી અંદાજે 25 થી 30 % પાણીની બચત થાય છે,તેમજ ક્ષાર વારી જમીનમાં આ પદ્ધતિ ઉપયોગી સાબિત થઈ શકે છે. ફાયદા • ઢોળાવવાળી જમીન પર પણ સારું કામ આપે છે. • પાણી નો બચાવ થાય છે અને ઉત્પાદન વધે છે. • વરસાદ ની જેમ પિયત ની પદ્ધતિ હોવાથી થ્રીપ્સ નો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. • જાંબલી ધાબા નો રોગ નિયંત્રણમાં રહે છે. • ડુંગળી જેવા પાકોમાં ખુબ સારું પરિણામ આવે. • જમીન પોચી અને મુલાયમ રહે છે. • ફિલ્ટર ની જરૂરિયાત રહેતી નથી. • કુદરતી વરસાદની જેમ ખેતર ભીંજાય જાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Agrostar. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
18
0
અન્ય લેખો