સ્માર્ટ ખેતીન્યૂઝ18 ગુજરાતી
ઓછા ખર્ચમાં વધુ કામની કરાવતો બિઝનેસ ને 50% સબસીડી !
જો તમે ઓછા પૈસા લગાવીને કોઇ વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો આજે અમે તમને એક ખાસ બિઝનેસ આઇડિયા વિશે જણાવવા જઇ રહ્યા છે. આ બિઝનેસને તમે 30 હજારથી પણ ઓછી રકમમાં શરૂ કરી શકો છો અને સારી કમાણી કરી શકો છો. તેમાં ખાસ વાત એ છે કે, આ વેપાર માટે તમને સરકાર દ્વારા 50 ટકા સુધીની સબસીડી પણ મળશે.
કઈ વસ્તુ ની પડશે જરૂર :
તીની ખેતી માટે એક તળાવ, સીપ અને ટ્રેનિંગ, આ ત્રણ વસ્તુઓની જરૂર પડશે. તળાવ તમે ઇચ્છો તો તમારા ખર્ચે ખોદાવી શકો છો અથવા સરકાર 50 ટકા સબસિડી આપે છે, તેનો પણ લાભ લઇ શકો છો.
કેવી રીતે કરશો ખેતી :
સૌથી પહેલા સીપોને એક જાળમાં બાંધીને 10થી 15 દિવસ માટે તળાવમાં નાંખી દેવામાં આવે છે, ત્યાર બાદ તેને બહાર કાઢી તેની સર્જરી કરવામાં આવે છે. સર્જરી એટલે કે સીપની અંદર એક પાર્ટિકલ કે સાંચો નાખવામાં આવે છે. આ સાંચા પર કોટિંગ બાદ સીપ લેયર બનાવે છે, જે આગળ જઇને મોતી બની જાય છે.
ઓછા રૂપિયા ની જરૂરિયાત :
એક સીપ અંદાજિત 25થી 35 રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે તૈયાર થયા બાદ એક સીપમાંથી બે મોતી નીકળે છે અને એક મોતી ઓછામાં ઓછો 120 રૂપિયામાં વહેંચાય છે. જો ક્વોલીટી સારી હશે તો 200 રૂપિયાથી પણ વધુ કિંમત મળી શકે છે. આમ, સીપ મુજબ ગણતરી કરીયે તો સારો નફો મળી શકે છે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : ન્યુઝ 18 ગુજરાતી,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.