કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન
👉સમાન ગુણવત્તાયુક્ત યુરિયાનું વેચાણ કરવામાં આવશે :
પીએમએ કહ્યું કે આ એવા કેન્દ્રો હશે જ્યાં માત્ર ખાતર જ નહીં, પરંતુ બિયારણ, સાધનસામગ્રી, માટી પરીક્ષણ, ખેડૂતને જે પણ માહિતીની જરૂર હોય તે આ કેન્દ્રો પર એક જગ્યાએ ઉપલબ્ધ હશે. ખાતર ક્ષેત્રના સુધારા માટેના અમારા પ્રયાસોમાં આજે વધુ બે મોટા સુધારા, મોટા ફેરફારો ઉમેરવામાં આવનાર છે. પહેલો ફેરફાર એ છે કે આજથી દેશભરમાં ૩.૨૫ લાખથી વધુ ખાતરની દુકાનોને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો તરીકે વિકસાવવાનું અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. વન નેશન, વન ફર્ટિલાઈઝરથી ખેડૂતને તમામ પ્રકારની મૂંઝવણોમાંથી મુક્તિ મળશે અને સારું ખાતર પણ ઉપલબ્ધ થશે. હવે દેશમાં એક જ નામ, સમાન બ્રાન્ડ અને સમાન ગુણવત્તાવાળા યુરિયાનું વેચાણ થશે.તેમણે કહ્યું કે આજે આપણી પાસે જે પરંપરાગત બરછટ અનાજ- બાજરીના બીજની ગુણવત્તા વધારવા માટે દેશમાં ઘણા હબ બનાવવામાં આવી રહ્યા છે. સરકારના પ્રયાસોથી આગામી વર્ષને બરછટ અનાજના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે, જેથી સમગ્ર વિશ્વમાં ભારતના બરછટ અનાજને પ્રોત્સાહન મળે.
સંદર્ભ : એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.