કૃષિ વાર્તાદ ઇકોનોમિક ટાઈમ્સ
ઓછા ઉત્પાદનને કારણે કઠોળના ભાવમાં પણ થઈ શકે છે વધારો
નવી દિલ્હી- આ વર્ષે ઓછા ઉત્પાદને લીધે કઠોળના ભાવમાં વધારો થઈ શકે છે. તેમનો સામનો કરવા માટે ગ્રાહક બાબતોના મંત્રાલયે વાણિજ્ય મંત્રાલયને સલાહ આપી છે કે કઠોળની આયાતનાં જથ્થા પરનો પ્રતિબંધ દૂર કરીને આયાત વધારવી. ખાદ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ઘરેલું જરૂરિયાતોને પહોંચી વળવા પૂરતું કઠોળ છે, પરંતુ કોઈપણ વધઘટ થી તંગીનું કારણ બની શકે છે. કઠોળનું ઉત્પાદન ઘટવાની આશંકા વચ્ચે આયાત પર પ્રતિબંધ મૂકવાથી ભાવમાં વધારો થશે. મધ્યપ્રદેશ જેવા મોટા ઉત્પાદક રાજ્યોમાં, અડદના પાકનું લગભગ 50 ટકા નુકસાન થયું છે. કઠોળના ઉભા પાકને ભારે વરસાદથી ખરાબ અસર થઈ છે. સરકારે આ વર્ષે તુવેર દાળની આયાત માટે ચાર લાખ ટનનો ક્વોટા નક્કી કર્યો હતો, જે 15 નવેમ્બરના રોજ પૂરો થાય છે. અડદ અને મગની આયાત તારીખ 31 ઓક્ટોબરના રોજ પુરી થઈ ગઈ છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર કઠોળના ભાવમાં વધારો થઈ શકે છે. દાળનો છૂટક ભાવ, ખાસ કરીને તુવેર દાળ કિલોદીઠ કિંમત 100 રૂપિયા ને પાર થઇ છે. સંદર્ભ - ઇકોનોમિક ટાઇમ્સ, 15 નવેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
61
0
અન્ય લેખો