કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ઓગસ્ટ – સજીવ ખાતરનો યોગ્ય સમય
👉 વરસાદી મોસમમાં ઓગસ્ટ મહિનો પાકની વૃદ્ધિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ સમયમાં જમીનમાં પૂરતો ભેજ હોય છે અને છોડના મૂળ પોષક તત્ત્વો ઝડપથી શોષી લે છે. તેથી આ મહિને સજીવ ખાતરઆપવું ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.👉 સજીવ ખાતરમાં છાણીયું ખાતર, અળસિયા નું ખાતર, કમ્પોસ્ટ ખાતર, લીમડા નો ખોળ, વગેરેનો સમાવેશ થાય છે. આ જમીનની ઉર્વરતા વધારે છે, સૂક્ષ્મ પોષક તત્ત્વો પૂરાં પાડે છે અને જમીનમાં લાભકારી જીવાણુઓની સંખ્યા વધારે છે. જેના કારણે પાક વધુ તંદુરસ્ત રહે છે અને રોગ-જીવાત સામેની પ્રતિકાર શક્તિ વધે છે.👉 ઓગસ્ટમાં પાકની વૃદ્ધિ ઝડપથી થાય છે, ત્યારે સજીવ ખાતર આપવાથી તેની અસર ઝડપથી દેખાય છે. આ છોડના પોષણ સંતુલનને જાળવી રાખે છે અને લાંબા ગાળે ફાયદો આપે છે. રસાયણિક ખાતર સાથે યોગ્ય પ્રમાણમાં સજીવ ખાતરનો ઉપયોગ કરવાથી જમીનની તંદુરસ્તી સુધરે છે અને ઉપજમાં વધારો થાય છે.👉 સજીવ ખાતરનો ઉપયોગ ઓછો ખર્ચાળ અને પર્યાવરણ માટે સુરક્ષિત છે. તેથી ઓગસ્ટ મહિનો તેનો યોગ્ય અને અસરકારક ઉપયોગ કરવા માટે શ્રેષ્ઠ સમય છે👉 સંદર્ભ : AgroStarખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!