ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાકૃષિ જાગરણ
એસબીઆઈ એગ્રી ગોલ્ડ લોન: ખેડૂતો ને ઓછા વ્યાજ પર મળશે એગ્રી ગોલ્ડ લોન!
કોરોના અને લોકડાઉનની સ્થિતિમાં દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ હંમેશાં ખેડૂતોને મદદ કરવા માટે અગ્રેસર રહે છે. બેંકે ખેડૂતો માટે એગ્રી ગોલ્ડ લોન યોજના શરૂ કરી જેનો ફાયદો આશરે 5 લાખ ખેડુતોએ લાભ લીધો છે. એગ્રી ગોલ્ડ લોન યોજના શું છે? એસબીઆઈની આ યોજના અંતર્ગત ખેડૂત સોનાના ઘરેણાં બેંકમાં જમા કરીને તેની થાપણ મુજબ લોન મેળવી શકે છે. પરંતુ ખેડૂતના નામે ખેતીની જમીન હોવી ફરજિયાત છે, કારણ કે તે ખેતીની જમીનની એક નકલ બેંકમાં જમા કરાવવી પડે છે. આ લોન પર 9.95 ટકા વ્યાજ 6 મહિના માં વસૂલવામાં આવશે. એગ્રી ગોલ્ડ લોન યોજનાથી લાભ : એસબીઆઈના મતે આ યોજનામાં અન્ય કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. સૌથી મહત્વની બાબત એ છે કે અન્ય ખાનગી બેન્કોની તુલનામાં આ લોનમાં સૌથી ઓછું વ્યાજ લેવામાં આવે છે. લોન માટે કેવી રીતે અરજી કરવી ? જો ખેડૂતને એગ્રી ગોલ્ડ લોન યોજના હેઠળ લોન લેવી હોય તો તે કોઈ પણ ગ્રામીણ શાખામાં અરજી કરી શકે છે. જો કોઈ ખેડૂત આ સંદર્ભે વધુ માહિતી મેળવવા માંગે છે, તો તે એસબીઆઈની સત્તાવાર વેબસાઇટ https://sbi.co.in/hi/web/agri-rural/agriculture-banking/gold-loan/multi-purpose-gold-loan ની મુલાકાત લઈ શકે છે. અન્ય મહત્વપૂર્ણ માહિતી: ખેડુતે બેંકમાં આપેલા સોનાના દાગીનાની તપાસ સોની દ્વારા કરવામાં આવશે. આ તપાસમાં લોનની રકમ સોનું કેટલું શુદ્ધ છે તેના આધારે નિર્ણય લેવામાં આવશે. સંદર્ભ : કૃષિ જાગરણ ૨૮ એપ્રિલ ૨૦૨૦ આપેલ કૃષિ સમાચાર ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
334
0
સંબંધિત લેખ