AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એલોવેરાના બિઝનેસથી મળશે સારી આવક !
સ્માર્ટ ખેતીન્યૂઝ18 ગુજરાતી
એલોવેરાના બિઝનેસથી મળશે સારી આવક !
👉 એલોવેરાની ખેતી કરીને તમે ખૂબ કમાણી કરી શકો છો. દેશ-વિદેશમાં એલોવેરાની માંગ વધી રહી છે. એલોવેરાની ખેતીથી તમે ખૂબ નફો કમાઈ શકો છો. છેલ્લા કેટલાક વર્ષોથી એલોવેરાની માંગમાં તેજીથી વધારો થઈ રહ્યો છે. બ્યુટી પ્રોડક્ટસ સહિત ખાદ્યપદાર્થોમાં પણ એલોવેરાનો ઉપયોગ કરવામાં આવે છે. આજના સમયમાં લગભગ તમામ લોકો જાણે છે કે એલોવેરા સ્વાસ્થ્ય અને ત્વચાને ખૂબ લાભ પ્રદાન કરે છે. 👉 ભારતમાં મોટા પાયે એલોવેરાની ખેતી કરવામાં આવે છે. અનેક કંપનીઓ એલોવેરાના અનેક પ્રકારના ઉત્પાદન બનાવી રહી છે અને તેની મદદથી લાખો-કરોડો રૂપિયા કમાઈ રહી છે. એલોવેરાની માંગ વધવાથી તમે તેની ખેતી કરીને લાખોની કમાણી કરી શકો છો. કેવી રીતે થઈ શકે બિઝનેસ 👉 તમે બે પ્રકારે એલોવેરાનો બિઝનેસ કરી શકો છો. એલોવેરાની ખેતી કરીને અથવા એલોવેરાના જ્યૂસ કે પાઉડર માટે મશીન લગાવીને તમે બિઝનેસ કરી શકો છો. એલોવેરાની ખેતી અને પ્રોસેસિંગ પ્લાન્ટના ખર્ચ સાથે જોડાયેલ કેટલીક જાણકારી આપવામાં આવી છે. જેમાં ઓછા ઉત્પાદન ખર્ચની સાથે વધુ નફાની કમાણી કરી શકો છો. એલોવેરાની ખેતી 👉 એલોવેરાની ખેતી માટે તમે રૂ. 50 હજારનું રોકાણ કરીને શરૂ કરી શકો છો. એલોવેરાનું મેન્યુફેક્ચરિંગ કંપનીઓ અને બજારમાં વેચાણ કરી શકો છો. એલોવેરા પ્રોસેસિંગ યુનિટ લગાવીને તમે આ બિઝનેસને વિસ્તૃત કરીને નફાની કમાણી કરી શકો છો. પ્રોસેસિંગ પ્લાન્ટ 👉 તમે એલોવેરાનું પ્રોસેસિંગ યુનિટ પણ લગાવી શકો છો. પ્રોસેસિંગ યુનિટની મદદથી તમે એલોવેરા જ્યૂસ અને જેલ વેચીને પણ તમે કમાણી કરી શકો છો. જે માટે તમારે રૂ. 3થી 5 લાખનો ખર્ચ કરવો પડશે. શેમાં ખર્ચ કરવો 👉 એલોવેરાની ખેતીમાં તમારે મટીરિયલ, પ્લાન્ટ, ખાદ્ય, લેબર, હાર્વેસ્ટિંગ, પેકેજિંગ વગેરેમાં ખર્ચ કરવાનો રહેશે. દેશના અનેક ભાગમાં એલોવેરાનો પ્લાન્ટ લગાવીને 3 વર્ષ સુધી ઉત્પાદન કરવામાં આવે છે. કેટલીક જગ્યાઓ પર 5 વર્ષ સુધી તેનું ઉત્પાદન કરવામાં આવે છે. નફાની કમાણી 👉 એલોવેરાની ખેતીમાં રૂ. 50થી 60 હજારનું રોકાણ કરીને તમે રૂ. 5થી 6 લાખ સુધીના નફાની કમાણી કરી શકો છો. ઓછુ રોકાણ કરીને તમે હેન્ડ વોશ, સાબુનો બિઝનેસ પણ કરી શકો છો. 👉 કોસ્મેટિક, મેડિકલ અને ફાર્માસ્યૂટિકલ્સ ક્ષેત્રે એલોવેરાની માંગ વધી રહી છે. ગ્રાહકો એલોવેરા જ્યૂસ, લોશન, ક્રીમ, જેલ, શેમ્પૂ સહિતની અનેક વસ્તુઓની માંગ કરી રહ્યા છે. અનેક વર્ષોથી આયુર્વેદિક અને યુનાની ચિકિત્સામાં એલોવેરાનો ઉપયોગ કરવામાં આવે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ન્યૂઝ18 ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
0
અન્ય લેખો