AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એલોવીરા ની ખેતી છે ખુબ ફાયદાકારક, નફો અપાવે શાનદાર !
નઈ ખેતી, નયા કિસાનVTV ન્યૂઝ
એલોવીરા ની ખેતી છે ખુબ ફાયદાકારક, નફો અપાવે શાનદાર !
👉 હાલ એલોવેરા એટલે કે કુંવરપાઠાની ડિમાન્ડ વધી છે અને કુંવરપાઠાની ખેતીમાં રોકાણ પણ નહિવત છે. એકરે રૂા. 50 હજારના રોકાણ સામે સાત લાખથી વધુની આવક મેળવી શકાય છે. ઘણી બધી કંપનીઓ પાક રોપતા પહેલા જ ઉત્પાદનની ખરીદી કરી લેતી હોઈ વાવણી અને માવજતમાં પણ સરળતા રહે છે. મિત્રો માર્કેટમાં એલોવેરાની પાંદડીઓ 4 થી 7 રૂપિયા કિલો સુધી વેચાઈ જાય છે. જો કે એ કોન્ટ્રાક્ટ પર પણ નિર્ભર કરે છે. જયારે પલ્પ 20 થી 30 રૂપિયા કિલો વેચાય છે. જમીન 👉 એલોવેરા રેતાળ માટી અને ગરમ તાપમાન વાળા ક્ષેત્રોમાં ઝડપથી વધે છે. અને એની ખેતી કરવા માટે વધારે પાણીની જરૂર પણ નથી પડતી. રોપવા માટે એવી જમીન જુઓ જ્યાં પાણી અને ભેજ ન હોય. અને બીજી એક વાત કે, જમીન થોડી ઊંચાઈ પર હોવી જોઈએ. જેથી વરસાદનું પાણી ત્યાં ભરાય ન રહે. માવજત 👉 વરસાદ પહેલા ખેતર ખેડવું હિતવાહ રહેશે. અને એક વાર ખેતર ખેડ્યા પછી 12-15 ટન ખાતર ભેળવી બીજી વાર ખેતર ખેડવું જોઈએ. તેમાં છાણિયા ખાતરની સાથે યુરિયા, ફોસ્ફરસ, પોટાશ પણ સમાન રૂપમાં નાખવા જોઈએ. વાવણી 👉 1 એકર જમીનમાં લગભગ 16,000 છોડ રોપી શકાય છે. રેતાળ પ્રદેશમાં ઝડપથી થાય છે. ખેતરમાં 50*50 સેમી. ના અંતર પર ક્યારી બનાવી લો. અને છોડવાને આમ તો ગમે તે સમયે રોપી શકાય છે. પણ જો જૂન જુલાઈમાં રોપો તો ઉત્પાદન સારૂ થશે. કાપણી 👉 કુંવરપાઠાને 8 થી 18 મહિનામાં પહેલી કાપણીની કરવામાં આવે છે. નર્સરીમાં રોપા લાવીને ખેતરમાં વાવવામાં આવે છે. કુંવરપાઠુ જંગલી છોડ છે તે ઉગ્યા બાદ જાતે જ વિસ્તરણ કરે છે. કેટલા પ્રકારના કુંવરપાઠા હોય છે 👉 સામાન્ય રીતે કુંવારપાઠુંની ત્રણ જાતો જોવા મળે છે. ભારતીય એલો જાત જાફરાબાદ એલો તરીકે પણ ઓળખાય છે. બીજી જાત બાબૉડોસ એલો વેસ્ટઈંડીઝના ટાપુઓમાં જોવા મળે છે જ્યારે તેની ત્રીજી જાત કેપ એલો દક્ષિણ આફ્રિકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળે છે. આ ત્રણ જાતો પૈકી ગુજરાતમાં લગભગ તમામ વિસ્તારોમાં જાફરાબાદ એલો અને બાબૉડોસ એલો કુદરતી રીતે જોવા મળે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
29
18
અન્ય લેખો