AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એરફોર્સ અગ્નિવીર ભરતી પરીક્ષા શરૂ !!
નોકરી અને શિક્ષણએગ્રોસ્ટાર
એરફોર્સ અગ્નિવીર ભરતી પરીક્ષા શરૂ !!
📢એરફોર્સ અગ્નિવીર ભરતી પરીક્ષા શરૂ, જાણો પરીક્ષાની પેટર્ન અને નિયમો. અગ્નિપથ યોજના હેઠળ વાયુસેનામાં અગ્નિવીરોની ભરતી ૨૪ જુલાઈ, ૨૦૨૨ના રોજ શરૂ થઈ ગઈ છે. એરફોર્સમાં અગ્નિવીરોની ભરતીની પરીક્ષા દેશભરમાં લેવામાં આવી રહી છે. પ્રથમ વખત અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે. આ ભરતી પરીક્ષા માટે એડમિટ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. આવો જાણીએ તેનાથી સંબંધિત તમામ માહિતી. 👉નિયમો :- > અગ્નિવીરોની ભરતી પરીક્ષા ૨૪ જુલાઈથી જુદા જુદા કેન્દ્રો પર લેવામાં આવી એહી છે. > પરીક્ષા દરમિયાન ઉમેદવારોએ એડમિટ કાર્ડ સાથે એક આઈડી પ્રૂફ સાથે રાખવાનું રહેશે. > સાથે એક ફોટો પણ રાખવાનું રહેશે. > પરીક્ષામાં સમયસર હાજર રેહવું પડશે. > એડમિટ કાર્ડમાં આપેલા તમામ નિયમો ધ્યાનથી વાંચો 👉એરફોર્સમાં કેવી રીતે અગ્નવીરની પસંદગી થશે : ભારતીય વાયુસેનામાં અગ્નિવીર બનવા માટે ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી, શારીરિક પાત્રતા કસોટી અને મેડિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે. 👉આ તબક્કામાં પસંદગી કરવામાં આવશે :- ઓનલાઈન ટેસ્ટ (ફેઝ-1 અને ફેઝ-2), ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ (PFT) – સાડા છ મિનિટમાં 1.6 રેસ. 10 પુશઅપ્સ. 10 સિટ અપ્સ, 20 સ્ક્વોટ્સ, મેડિકલ ટેસ્ટ. 👉પરીક્ષા પેટર્ન :- ઓનલાઈન પરીક્ષા MCQની હશે. વિજ્ઞાન વિષયો અને વિજ્ઞાન વિષય સિવાયના અન્ય વિષયો પસંદ કરતા ઉમેદવારો માટેની ઓનલાઈન પરીક્ષા એક જ સિસ્ટમ પર એક બેઠકમાં લેવામાં આવશે. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
2