કૃષિ વાર્તાકિસાન સંદેશ
એરંડા અને ગુવાર બીજ માં થશે સુધારો, ખેડૂતોને થશે ફાયદો ?
👉 સતત ત્રીજા દિવસે એનસીડેક્સ ખાતે સોયાબિન અને રાયડા જેવા તેલીબિયાંમાં ભાવ ઉછળ્યાં હતાં. સાથે ખરીફ પાકો જેવાકે ગુવાર સીડ અને એરંડામાં પણ સુધારો જોવા મળ્યો હતો. માત્ર મસાલા પાકોમાં ઊંચા સ્તરે પ્રોટિ બુકિંગ જોવા મળતું હતું. એનસીડેકસ ખાતે સોયાબિનમાં ડિલિવરી વાયદો ૪ ટકાથી વધુના સુધારે રૂ. ૭૪૦૩ પર બંધ રહ્યો હતો. તે અગાઉના રૂ. ૭૧૪૪ ના બંધ સામે એક તબક્કે ૫ ટકાથી વધુ ઉછળી રૂ. ૭પર૦ ની સર્વોચ્ચ ટોચ પર જોવા મળ્યો હતો. જ્યાંથી સાધારણ ઘટી મજબૂતી સાથે બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં તેલીબિયાંના ભાવમાં અવિરત વૃદ્ધિ પાછળ સ્થાનિક બજારમાં પણ ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. 👉 સોયાબિન તેલમાં પણ સુધારો જોવા મળ્યો હતો અને તે રૂ. ૧૩૬૮ ના અગાઉના બંધ સામે રૂ. ૧૩૮૩ થઈ રૂ. ૧૩૭૩ પર બંધ રહ્યું હતું. રવી તેલીબિયાં રાયડાનો ભાવ એક તબક્કે ઉપલી સર્કિટમો બંધ રહ્યો હતો. જોકે પાછળથી સર્કિટ ખૂલી હતી. રાયડામાં મે ડિલિવરી વાયદો રૂ. ૬૯૯૯ ના અગાઉના બંધ સામે રૂ. ૭ર૭૮ ની ટોચ પર ટ્રેડ થઈ રૂ. ૭૦૬ર પર બંધ રહ્યો હતો. રાયડામાં ભર સિઝને ભાવ નવી ટોચ દર્શાવી રહ્યાં છે. અખાધ તેલિબિયાં એરંડામાં પણ મે વાયદો ૨.૨૨ ટકા ઉછળ્યો હતો. અગાઉ રૂ. પ૧૪ર ના સ્તરે બંધ રહેલો વાયદો રૂ. પર૮૬ ની ટોચ પર જોવા મળ્યો હતો અને આખરે રૂ. પરપ૬ પર બંધ રહ્યો હતો. એરંડામાં પાક શરુઆતી અપેક્ષા કરતાં નીચો રહેવાને કારણે સેન્ટીમેન્ટ મજબૂત બન્યું છે. ખરીફ પાક એવા ગુવાર ગમમાં પણ સટોડિયાઓ ખેલા કરી રહ્યો હોય તેમ જણાય છે. કેમકે હજુ નવા વાવેતરને વાર છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : સંદેશ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
7
અન્ય લેખો