AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એરંડામાં ફુલીયા આવવાનું કારણ અને ઉપાય
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
એરંડામાં ફુલીયા આવવાનું કારણ અને ઉપાય
👉એરંડાની માળમાં લાલ ફૂલ હોય તે માદા ફૂલ હોય છે. અને પીળા ફૂલ હોય તે નર ફૂલ હોય છે. દરેક માલમાં 15 થી 20% નર ફૂલ હોય છે. જે ફલીનીકરણની પ્રકિયામાં ભાગ ભજવે છે.જયારે વાતાવરણનું તાપમાન 32℃ થી 35℃ કરતા વધે અને પિયતની ખેચ હોય તેવા સંજોગોમાં માદા ફૂલ નર ફૂલ માં રૂપાંતરિત થાય છે. જેને ખેડૂતમિત્રો ફુલીયા તરીકે ઓળખે છે. જેને કારણે ઉત્પાદન માં ઘટાડો થાય છે અને સરવાળે નુકશાન થાય છે. 👉આ ફુલીયા માટે કોઈ દવા આવતી નથી. પરંતુ એરંડા ના પાકમાં હાલમાં નિયમિય પિયત આપતા રહેવું. જેથી વાતાવરણનું તાપમાન નીચું રહેતા ફૂલિયો આવાની શક્યતાઓ ઓછી થાય. સામાન્ય અંશે તેની નિયંત્રણ કરવા માટે 25 કિલો યુરિયા + સલ્ફેટ 90% ૩ કિલો પ્રતિ એકર આપી ને પિયત આપવું. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
28
10