AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એરંડાની ખેતી માટે જમીનની તૈયારી અને ખાતરનું વ્યવસ્થાપન !_x000D_
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
એરંડાની ખેતી માટે જમીનની તૈયારી અને ખાતરનું વ્યવસ્થાપન !_x000D_
એરંડાના પાકમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટે, ખેતર અને ખાતર નું વ્યવસ્થાપન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે._x000D_ ખેતરની તૈયારી: એરંડાનો છોડ મજબૂત હોય છે અને મૂળિયા ઉંડાઇએ જાય છે. આથી પાક માટે ઊંડી ખેડ કરવી ખુબ જ લાભકારક છે. ઊંડી ખેડ કરતાં હળથી એક વાર ઊંડી ખેડ કરવી અને બે થી ત્રણ સામાન્ય ઉભી ત્રાસી ખેડ કરીને ખેતર ને સમતલ કરવું._x000D_ _x000D_ ખાતર વ્યવસ્થાપન : ખાતર નો ઉપયોગ જમીન પરીક્ષણના આધારે થવો જોઈએ, જેથી યોગ્ય માત્રા માં ખાતરનો જથ્થો ઉપયોગ થાય અને ખાતર ખર્ચ ટાળી શકાય. બિનપિયત એરંડાના પાકમાં પ્રતિ હેક્ટર દીઠ 40 કિલો નાઇટ્રોજન અને 20 કિલો ફોસ્ફરસનો ઉપયોગ કરવો. પિયત એરંડાના પાક માટે, પ્રતિ હેક્ટર 80 કિલો નાઇટ્રોજન અને 40 કિલો ફોસ્ફરસનો ઉપયોગ કરવો. વાવણી સમયે પૂર્ણ માત્રા નો અડધો ભાગ નાઇટ્રોજન અને ફોસ્ફરસ નો પૂર્ણ જથ્થો વાવણી સમયે આપવો અને બાકીનો નાઇટ્રોજન ભાગ વાવણી પછીના 30 દિવસે વરસાદ પડે ત્યારે અથવા ભેજ અવસ્થાએ ઉભા પાકમાં આપવો. એરંડા એ તેલીબિયાંનો પાક છે, તેલની માત્રા માં વધારો કરવા માટે, વાવણી કરતાં પહેલા 20 કિલો સલ્ફર પ્રતિ હેક્ટર આપવું ફાયદાકારક છે.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ આ માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
92
10