AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એફસીઆઈની અધિકૃત મૂડીમાં વધારો, અનાજનું પેકિંગ શણની બોરીમાં ફરજિયાત
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
એફસીઆઈની અધિકૃત મૂડીમાં વધારો, અનાજનું પેકિંગ શણની બોરીમાં ફરજિયાત
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારતના ફૂડ કોર્પોરેશન (એફસીઆઈ) ની અધિકૃત મૂડી 3,500 કરોડથી વધારીને 10,000 કરોડ રૂપિયા કરવામાં આવી છે, જેને પગલે શણ ઉદ્યોગને રાહત આપતી વખતે 100% શણની બોરીમાં અનાજનું પેકીંગ કરવું ફરજિયાત બનાવ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (સીસીઇએ) ની બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી હતી. ભારતના ફૂડ કોર્પોરેશન ખેડુતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે (એમએસપી) અનાજની ખરીદી માટે નોડલ એજન્સી છે, અને આ એજન્સી ખેડૂતો પાસેથી ઘઉં અને ચોખાની મોટા પ્રમાણમાં ખરીદી કરે છે. ભારતના ફૂડ કોર્પોરેશન ખાદ્ય અનાજનો બફર સ્ટોક બનાવવા સાથે જ જાહેર વિતરણ પ્રણાલી (પીડીએસ) અને અન્ય કલ્યાણકારી યોજનાઓમાં અનાજની ફાળવણી કરે છે. સીસીઈએ ને શણ ઉદ્યોગને રાહત આપવા માટે અનાજનું 100% પેકિંગ શણની બોરીમાં કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ સિવાય ખાંડનું 20 ટકા પેકિંગ પણ શણની બોરીમાં કરવું ફરજિયાત કરાયું હતું. શણ ઉદ્યોગમાં લગભગ 3.7 લાખ લોકો કામ કરે છે. આ ઉપરાંત લાખો ખેડૂત પરિવાર તેની આજીવિકા માટે શણના પાક પર આધાર રાખે છે. સંદર્ભ - આઉટલુક એગ્રીકલ્ચર, 27 નવેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
93
0