કૃષિ વાર્તાકૃષિ જાગરણ
એપીએમસી પર નિર્ભરતા ઓછી કરવા માટે કેન્દ્રીય કાયદો લાવવાની સરકારની યોજના
• અવરોધ મુક્ત આંતર-રાજ્ય વેપારને આગળ વધારવા અને ખેડુતોને તેમના ઉત્પાદનને મંડી પરિસદની બહાર ઉપજ વેચવાનો વિકલ્પ આપવાની વિચારણા કરી રહી છે સરકાર અને ટૂંક સમયમાં કેન્દ્રીય કાયદો લાવશે. આ એવા ઉત્પાદકો માટે સમાંતર માર્કેટિંગ વિકલ્પ હશે કે જેમણે તેમના સંબંધિત રાજ્યોની મંડળોમાં લાઇસેંસ પ્રાપ્ત વેપારીઓ પર નિર્ભર રહેવું પડે છે._x000D_ _x000D_ • પ્રોત્સાહન પેકેજના ત્રીજા હપ્તાની ઘોષણા કરતા નાણાં મંત્રી નિર્મલા સીતારામણે જણાવ્યું હતું કે, કૃષિ પેદાશ બજાર સમિતિ (એપીએમસી) માં માત્ર લાઇસન્સ મેળવવા માટે ખેડૂતોને તેમની કૃષિ પેદાશો વેચવાની ફરજ પાડવી જોઈએ નહીં._x000D_ _x000D_ • તેમણે જણાવ્યું હતું કે, "અમે એવા ખેડુતો માટે અવરોધ મુક્ત આંતર-રાજ્ય વેપારની સુવિધા માટે કેન્દ્રીય કાયદો લાવી રહ્યા છીએ જેમની પાસે ઉપજ આકર્ષક ભાવે વેચવાનો વિકલ્પ હશે."_x000D_ _x000D_ • આ યોજનામાં કેન્દ્ર ઇ-નામ પોર્ટલ પર વેપારને પ્રોત્સાહન આપશે, જેમાં દેશભરમાં આશરે 1000 થી પણ વધુ મંડીઓ એ- નામ સાથે જોડાઈ ગઈ છે._x000D_ _x000D_ • ઉત્પાદકોને તેમની પેદાશો સીધા ખેડૂત ઉત્પાદક સંગઠનો (એફપીઓ), મોટા રિટેલરો અને સહકારી મંડળીઓને વેચવાનો વિકલ્પ છે, જેથી ઉત્પાદોને મંડીઓ સુધી લાવવી ન પડે._x000D_ _x000D_ • નેશનલ એકેડેમી ઓફ એગ્રિકલ્ચર સાયન્સ (એનએએએસ) ના પી કે જોશીએ જણાવ્યું છે કે, “કોવિડ -19 ગાળા દરમ્યાન, ખેડૂતોને તેમની પેદાશો સીધી વેચવાની છૂટ આપવામાં આવી હતી. _x000D_ _x000D_ સંદર્ભ : કૃષિ જાગરણ _x000D_ આપેલ કૃષિ સમાચાર ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો._x000D_
173
0
અન્ય લેખો