AgroStar
એઝોલા: એક સારો પશુ આહાર
પશુપાલનએગ્રોવન
એઝોલા: એક સારો પશુ આહાર
એઝોલા પશુઓ પરના ખર્ચમાં ઘટાડો કરવા માટે ઘરે બનાવી શકાય તેવો ઓછી કિંમતમાં એક સારો કુદરતી વનસ્પતિજન્ય પશુઆહાર છે. દૂધનું ઉત્પાદન વધારવા માટે એઝોલાનો ઉપયોગ ફાયદાકારક છે.
એઝોલા શેવાળ પ્રજાતિની એક જળચર વનસ્પતિ છે. એઝોલા પ્રાણીઓ માટે પૂરક ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. એઝોલા એક જળચર વનસ્પતિ છે, જે પાણીમાં મુક્તપણે વધે છે અને તે સંયુક્ત રીતે વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે. એઝોલામાં રૂપાંતરિત તરતું થડ અને દ્વીદલીય નાના પાંદડાં અને મૂળનો સમાવેશ થાય છે. જો એઝોલાનો ઉપયોગ ડાંગરની ખેતરમાં જૈવિક-ખાતર તરીકે થાય, તો નાઇટ્રોજનનું સ્થિરીકરણ @ 40-60 કિલો / હેકટર થશે. એઝોલા એક સેન્દ્રીય ખાતર છે તેમજ દૂધાળ પ્રાણીઓ, ડુક્કર અને બતક માટે ઉપયોગી ખોરાક છે. • એઝોલામાં અત્યંત જરૂરી એમિનો એસિડ, ખનિજો, વિટામિન્સ, બી કેરોટિન અને શુષ્ક વજન પર આધારિત 35% પ્રોટીન છે. • એઝોલામાં ક્લોરોફિલ એ અને બી તેમજ કેરોટિન છે. • સહજીવી છોડ એનાબીનામાં ક્લોરોફિલ એ અને કેરેટેનોઇડ હોય છે. • વધુ પોષક તત્વો અને ઝડપી બાયોમાસ ઉત્પાદન જેવા ગુણોના કારણે, એઝોલ એક ટકાઉ આહાર તરીકે પ્રખ્યાત બની રહયું છે. એઝોલાનું પોષણ મુલ્ય • પ્રોટીન 25-30% • આવશ્યક એમિનો એસીડ: 7-10% • વિટામિન્સ: 10-15% • ખનીજ (કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટાશ, લોહ, તાંબુ): 10-15% • એઝોલામાં પ્રાણીઓના પાચન માટે ફાયદાકારક હોય તેવી સામગ્રી સમાવિષ્ટ છે, જેથી પ્રાણીઓ સરળતાથી ઉચ્ચ ગુણવત્તાના પ્રોટીન અને લિગ્નીન પચાવી શકે છે. એઝોલાનું ઉત્પાદન • એક વૃક્ષના છાયા હેઠળ અથવા 50% શેડ નેટનો ઉપયોગ કરી 12 ઇંચની ઊંંડાઈનો 3 મી X 3 મી કદનો ખાડો ખોદો. બધી બાજુથી ઇંટનું એક સ્તર બનાવો. એઝોલા 31 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ તાપમાનમાં ટકી શકતું નથી. તેથી તાપમાન વિશે ખાસ કાળજી લેવી. • ખાડામાં 3.5 મીટર કદની પ્લાસ્ટિક શીટ પાથરવી જોઈએ. • પ્લાસ્ટિક શીટ પર આશરે 8 થી 10 કિગ્રાનો કચરો થાય તે રીતે માટી ઉમેરો. 2 કિગ્રા છાણીયું ખાતર અને 30 ગ્રામ સુપર ફોસ્ફેટ ઉમેરો. • ખાડામાં 5 થી 6 ઇંચના સ્તર સુધી પાણી ઉમેરો. • ખાતરમાં 500 ગ્રામ એઝોલા સંવર્ધન ઉમેરો. તમે જોઈ શકો છો કે ખાડાના પાણીમાં લગભગ 10 થી 15 દિવસમાં એઝોલા વધે છે. • આ ખાડામાંથી આશરે 500 ગ્રામ એઝોલા મળે છે. ચાળણીના મદદથી તેને ચાળી લેવું . • આશરે 2 થી 3 મહિના પછી ખાડામાં પાણી અને માટી બદલવી જોઈએ. ફાયદા:- • દૂધનું ઉત્પાદન 15-20 ટકા વધે છે. દૂધની ગુણવત્તા સારી થાય છે. • પરંપરાગત આહાર પરના ખર્ચમાં 20-25% ઘટાડો થાય છે. • દુધાળા પશુઓ સાથે, જો એઝોલા બ્રોઇલર અને લેયર મરઘાને યોગ્ય પ્રમાણમાં આપવામાં આવે તો ઉત્પાદન વધે છે. જો એઝોલા બકરા, ઘેટા, ડુક્કરને પણ આપવામાં આવે, તો તેમની વૃદ્ધિ સારી થાય છે. • એઝોલાનું ઉત્પાદન ખર્ચ ખૂબ જ ઓછું છે અને તેના પ્રમાણમાં ઉત્પાદન વધુ થાય છે. • પ્રાણીઓના વિકાસ અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થાય છે. • પ્રાણીઓના શરીર પર કોઈ આડઅસર નથી થતી. • ઓછા જગ્યામાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. પરિયોજના શરૂ કરવા માટે પ્રારંભિક રોકાણ પણ ઓછું છે. એઝોલા આપવાની પદ્ધતિ અને તેનું પ્રમાણ એઝોલા પ્રાણીઓને એમ જ આપી શકાય અથવા અન્ય ખોરાક સાથે મિશ્રિત કરીને પણ આપી શકાય છે. પશુચિકિત્સક ડૉકટરની સલાહ મુજબ દરરોજ ખોરાકમાં 2 થી 3 કિલો એઝોલા દુધાળા પશુઓને આપવું જોઈએ. પ્રાણીઓને ખવડાવવા પહેલાં એઝોલાને ધોઈને સાફ કરવું. એઝોલાના ઉત્પાદનમાં અવરોધો • આ સ્થળ છાયામાં હોવું જોઈએ પરંતુ સારો સૂર્યપ્રકાશ હોવો જોઈએ. • દર 25-30 દિવસ પછી ખાડાની 5% માટી તાજી કાળી માટીથી બદલવી. ઉધઈ, કીડી, જીવાતથી એઝોલાને સુરક્ષિત રાખવું. • ખાડાનું 25-30% પાણી તાજા પાણી સાથે બદલવું જોઈએ. • ખાડામાં પાણીનું સ્તર હંમેશા 8-10 સેમી હોવું જોઈએ. • ઉનાળામાં, ઉષ્ણતાના કારણે, એઝોલાનો રંગ લીલાશ પડતો લાલ અથવા કથ્થઈ રંગનો થાય છે અને તે ઉત્પાદન પર અસર કરે છે. • ઘણા પશુઓ ખાડામાં સમસ્યાઓ ઊભી કરી શકે છે. • એઝોલાના ખાડાને ઢાંકવું કારણ કે જો ખાડો વૃક્ષની નીચે હશે તો તેમાં પાંદડા પડશે અને તેમનું વિઘટન થાય છે. • એઝોલા માટે વધુ પ્રમાણમાં છાણનો ઉપયોગ કરશો નહીં. અતિશય છાણમાંથી બનતું એમોનિયા એઝોલા માટે જોખમી છે. • ભારે વરસાદના ભાગોમાં વરસાદથી એઝોલાને સુરક્ષિત રાખવું. (50% શેડ નેટ વાપરવું લાભદાયક સાબિત થાય છે.) અજય ગવળી સંદર્ભ- એગ્રોવન 20 સપ્ટેમ્બર 2017
43
0
અન્ય લેખો