ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
એઝાડીરેક્ટીન (લીમડા) આધારિત તૈયાર દવાઓની કેટલીક જાણવા જેવી બાબતો !
👉 લીમડા આધારિત તૈયાર દવાઓના પ્રમાણ બાબતે કેટલીક ગેરસમજ પ્રર્વરતે છે. 👉 લીમડાના બીના મીંજમાંથી જીવાતો ઉપર અસર કરતો તત્વ “એઝાડિરેક્ટીન” અને બીજા કેટલાક ટ્રાયટર્પેનોઇડ્સ મેળવી લીમડા આધારિત દવાઓ બનાવવામાં આવે છે. 👉 લીમડા આધારિત દવાઓમાં આ તત્વો જૂદી જૂદી રીતે અસર કરી જીવાતનો તેમનો નાશ કરે છે. 👉 આ દવાઓ જીવાત સામે ખાધ્યપ્રતિરોધક, કિટકને પાકથી દૂર રાખવા (રીપેલન્ટ), કિટકમાં વન્ધ્યત્વ લાવવું, ઇંડાં મૂંકવાની ક્ષમતામાં ઘટાડો, કીટકોની દેહધાર્મિક ક્રિયાઓમાં વિક્ષેપન, કિટકોના અંતસ્ત્રાવ ઝરવામાં વધારો-ઘટાડો, કિટકોની શારિરીક વિકાસ રુંધાવો વિગેરે અનેક રીતે ખલેલ પહોંચાડી તેમનું નિયંત્રણ કરે છે. 👉 લીમડાના બીના મીંજમાં એઝાડીરેક્ટીન તત્વનું પ્રમાણ ૦.૨ થી ૦.૮% જેટલું જ હોય છે. 👉 આ તત્વ ફેક્ટરીમાં બનાવી શકાતું નથી અને ફક્ત લીમડાના બીજમાંથી મેળવાય છે. જ્યારે જંતુનાશક દવાઓ ફેક્ટરીમાં રસાયણોની મદદથી બનાવી શકાય છે. 👉 એઝાડીરેક્ટીન એટલે કે લીમડા આધારિત તૈયાર દવાઓ ૩૦૦, ૧૫૦૦ કે ૧૦૦૦૦ પીપીએમ (દસ લાખનો ભાગ) એટલે કે અનુક્રમે ૦.૦૩, ૦.૧૫ અને ૧ ટકાની સાન્દ્રતાએ મળે છે. 👉 ખેડૂતો મોટે ભાગે ગમે તે પીપીએમની દવા હોય પણ તેનું પ્રમાણ એક જ સરખું રાખતા હોય છે. 👉 એક ગણત્રી પ્રમાણે ૩૦૦ પીપીમ દવાનો ૬૦ મિલિ, ૧૫૦૦ પીપીએમ માટે ૪૦ મિલિ જ્યારે ૧૦૦૦૦ પીપીએમ માટે ફક્ત ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણેની જરુર પડે છે. 👉 આ દવાઓ ચુસીયા અને ચાવીને ખાનાર જીવાતો/ ઇયળો સામે અસરકારકરીતે કામ કરે છે. 👉 લીમડા આધારિત દવાઓ પાકના કેટલાક રોગોને અટકાવવા માટેની ક્ષમતા પણ ધરાવે છે. 👉 આવી દવાઓ જીવાતના કુદરતી દુશ્મનોને કોઇ આડ અસર કરતી નથી. 👉 પાક ઉપર કે તેના ઉત્પાદન ઉપર કોઇ પણ પ્રકારના દવાઓના અવશેષો રહેતા નથી. 👉 આ દવાઓ કોઇ પણ રાસાયણિક દવાઓ સાથે મિશ્રણ કરી શકાય છે. 👉 સેન્દ્રીય ખેતી કરતા ખેડૂતો માટે આ દવાઓ આશિર્વાદરુપે ગણાય છે. 👉 આ દવાઓ પર્યાવરણ ઉપર કોઇ વિપરીત અસર કરતી નથી. 👉 આ દવાઓની પણ કેટલીક મર્યાદા પણ છે જેમ કે તે લાંબો સમય અસરકારક રહેતી નથી. જીવાતની માત્રા ખૂબ જ વધારે હોય તો તે સંતોષકારક પરિણામ આપી શકતી નથી અને જીવાત આ દવાના સંસર્ગમાં આવે તો જ નિયંત્રણ થાય. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
69
12
સંબંધિત લેખ