એક વૃક્ષ દીઠ 25000 ની કમાણી, જાણો આ પાકની ખાસિયતો !
નઈ ખેતી, નયા કિસાન ઝી ન્યુઝ
એક વૃક્ષ દીઠ 25000 ની કમાણી, જાણો આ પાકની ખાસિયતો !
જૂનાગઢથી મોટા શહેરોમાં રાવણાં (જાંબુ) ની નિકાસ પણ થાય છે. ઔષધીય ગુણો ધરાવતાં રાવણાંની જબરી માંગ છે. ખાસ કરીને ડાયાબિટીસ જેવા રોગો માટે અત્યંત ગુણકારી હોવાથી રાવણાંની માંગ વધી છે અને રાવણાંનું એક વૃક્ષ વર્ષે દહાડે 25 હજારથી વધુની કમાણી કરાવી આપે છે.રાવણાં એ દેશી નામ છે. આ ફળ જાવા પ્લમ, બ્લેક પ્લમ અથવા કાળા જાંબુ તરીકે પણ ઓળખાય છે. જાવા પ્લમ એટલે કે રાવણાં પોષક તત્વોથી ભરપૂર છે અને ખાસ ડાયાબિટીસ જેવા દર્દ માટે ખૂબ જ ઉપયોગી અને ગુણકારી ફળ છે. રાવણાંના ફળ, તેની છાલ, પાન અને ઠળીયા સહીત તમામ રીતે આ ફળ અનેક રોગોમાં રામબાણ ઈલાજ તરીકે ઉપયોગમાં લેવાય છે. ખેતરના શેઢાં પાળે ઘણી જગ્યાએ રાવણાંના વૃક્ષો જોવા મળે છે. જો રાવણાંને ખેતી તરીકે લેવામાં આવે તો પણ તે ખૂબ જ ફાયદાકારક ખેતી છે. શેઢાં પાળે તેના વૃક્ષોનો ઉછેર કરવામાં આવે તો ફળની સાથે પાકનું રક્ષણ થાય છે.રાવણાંના એક વૃક્ષમાં વર્ષે એક ફાલ આવે છે અને એક વૃક્ષ અંદાજે 15 થી 20 મણનો ઉતારો આપે છે અને એક વૃક્ષ અંદાજે 25 હજારથી વધુની કમાણી કરાવી આપે છે. હોલસેલમાં 150 થી 200 રૂપીયા પ્રતિ કિલોના ભાવે રાવણાં વેચાય છે, જે રીટેલ બજારમાં 250 થી 300 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જૂનાગઢમાં રાવણાંનું સારૂં એવું ઉત્પાદન થાય છે અને અમદાવાદ, દિલ્હી, મુંબઈ, કોલકાતા જેવા મોટાં શહેરોમાં તેની ખૂબ જ માંગ હોવાથી જૂનાગઢથી મોટાં શહેરોમાં તેની નિકાસ થાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ઝી ન્યુઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
4
અન્ય લેખો