AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એક વાર ચાર્જ કરો 150 કિ.મી. દોડાવો, કિંમત સાવ નજીવી !
ઓટોમોબાઈલ એગ્રોસ્ટાર
એક વાર ચાર્જ કરો 150 કિ.મી. દોડાવો, કિંમત સાવ નજીવી !
⛽ પેટ્રોલની વધી રહેલી કિંમતોને કારણે હવે ટુ-વ્હીલર ચાલકો પણ ફ્યુઅલના અન્ય વિકલ્પો તરફ વળ્યા છે. ગ્રાહકોના આ જ વલણને જોતાં વાહન નિર્માતા કંપનીઓ પણ તેજીથી ઇલેક્ટ્રિક સ્કૂટર્સ લોન્ચ કરી રહી છે. આ અઠવાડિયે દેશમાં TVSથી લઈને Bgauss સહિત 3 ઇલેક્ટ્રિક સ્કૂટર્સ લોન્ચ થયા છે એ પણ અજીવી કિંમતમાં. 🚲 Bgaussએ ઘરેલુ માર્કેટમાં BG D15 ઇલેક્ટ્રિક સ્કૂટરને લોન્ચ કર્યું છે. અત્યંત આકર્ષક લુક અને દમદાર ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ આ સ્કૂટરને ગ્રાહક માત્ર 499 રૂપિયામાં બુક કરી શકે છે, જે રિફંડેબલ પણ છે. 🚲 આ નવા ઈ-સ્કૂટરમાં યુઝર્સની સેફ્ટી માટે 20થી વધુ સેફ્ટી ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે, જે અન્ય મોડલને ટક્કર આપશે. 🚲 સિંગલ ચાર્જમાં 115 કિલોમીટરની ARAI પ્રમાણિત રેન્જ પ્રદાન કરે છે. સ્પોર્ટ્સ મોડમાં આ ઇલેક્ટ્રિક સ્કૂટર 0 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપ માત્ર 7 સેકન્ડમાં પકડી શકે છે. Odysse V2 🚲 અત્યંત આકર્ષક લુક અને દમદાર ઇલેક્ટ્રિક મોટર ધરાવતું Odysse V2 ઈ-સ્કૂટરની શરૂઆતી કિંમત માત્ર 75,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 🚲 કંપનીનો દાવો છે કે આ સ્કૂટર ડ્યુઅલ વોટર-રેઝિસ્ટન્ટ આઈપી 67 સર્ટિફાઇડ બેટરી પેકથી સજ્જ છે અને તે 50 કિમી પ્રતિ ચાર્જની રાઇડિંગ કેપેસિટી આપે છે. 2022 TVS iQube 🛵 ટીવીએસએ હાલમાં જ TVS iQube નું લોંગ રેન્જ વર્ઝન લોન્ચ કર્યું છે. આ ઈ-સ્કૂટર હવે ત્રણ અલગ-અલગ વેરિઅન્ટ iQube, iQube S અને iQube ST 10 રંગોમાં ઉપલબ્ધ હશે. 🛵 જેમાં ST મોડલ લાઈન-અપનું ટોપ વેરિઅન્ટ છે, જેમાં બધા ફીચર્સ સાથે વધુ રેન્જ મળે છે. 🛵 તે સિંગલ ચાર્જમાં માત્ર 75km સુધીની રેન્જ આપવામાં સક્ષમ છે, જ્યારે નવા ટીવીએસ આઈક્યુબની રેન્જ લગભગ ડબલ એટલે કે 140km સુધી હશે. 🛵 Tvs iQubeમાં 7 ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે અને આ ફુલ-કલર ડિસ્પ્લે સ્કૂટરથી સંબંધિત બધી માહિતી બતાવે છે, તેમજ તેમાં કૉલ એલર્ટ પણ પ્રદર્શિત થાય છે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
76
17