પ્રશ્નોતરીએગ્રોસ્ટાર
એક રૂપિયામાં ચાર્જ થયેલી સાયકલથી આખું શહેર ફરો !
🚲 દેશમાં કેટલાક સમયથી ડીઝલ અને પેટ્રોલના ભાવો આસમાનને આંબી ગયા છે. ત્યારે આવનાર પેઢી માટે પેટ્રોલ અને ડીઝલની અવેજીમાં અન્ય રિલાયબલ એનર્જી શોધવા ખૂબ જરૂરી છે. ત્યારે સોલર એનર્જી એટલે કે સૌર ઊર્જા થકી વાહન વ્યવહાર થાય તે ખૂબ જરૂરી છે. સંઘ પ્રદેશ દમણની પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એક સોલર સાયકલનો પ્રોટોટાઇપ બનાવાયો છે. ઝીરો પોલ્યુશન અને સોલર એનર્જીના ઉપયોગ કરી બનાવેલ સાયકલ આવનાર પેઢી માટે ક્લીન એનર્જી સાબિત થશે.
🌞 આ સાયકલને પેન્ડલ માર્યા વગર 15 કિલોમીટર સુધી એક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી માટે વાપરી શકાય છે. એટલે કે આજના આધુનિક યુગમાં જ્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવો 100 રૂપિયાને વટાવી ચૂક્યા છે, ત્યારે નાના અંતરની દુરી કાપવા માટે આ સાયકલ વરદાનરૂપ સાબિત થઈ શકે છે.
🚴 આ સાયકલની ખાસિયત છે કે, તે સોલર એનર્જી થકી ચાલે છે અને આ સાયકલમાં જે બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે ઘરની લાઈટ દ્વારા પણ ચાર્જ થઇ શકે છે અને તેનો ખર્ચ માત્ર ૧ રૂપિયો આવી છે. દમણનો કોઈ વિદ્યાર્થી પોતાના કોલેજ આવવા માટે જો સૂર્યપ્રકાશ હોય તો મફત અને જો ચોમાસું હોય અને સૂર્ય ન હોય તો માત્ર એક રૂપિયાના ખર્ચે પોતાના ઘરથી પોતાની કોલેજ સુધીનું અંતર કાપી શકે છે.
🌞 આ પ્રકારની સાયકલ બજારમાંથી ખરીદવામાં નથી. આ સાયકલ દમણ પોલિટેકનીક કોલેજના વિદ્યાર્થીઓએ બનાવી છે. દમણ પોલિટિકલ કોલેજના મિકેનિકલ વિભાગના ફાઇનલના વિદ્યાર્થીઓને છેલ્લા સેમેસ્ટરમાં એક પ્રોજેક્ટ રજૂ કરવાનો હોય છે. ત્યારે ૧૧ વિદ્યાર્થીઓ સાથે મળીને આ સોલર બાઈસીકલનો પ્રોટોટાઇપ બનાવ્યો છે.
🚴 સૂર્ય ઉર્જાથી ચાલતી એક સાઈકલ બનાવી છે. માત્ર 20 હજારના ખર્ચમાં તૈયાર થયેલી આ સાયકલ સોલાર એનર્જીથી ચાલે છે. એક વખત બેટરી ચાર્જ કર્યા બાદ 15 થી 20 કિલોમીટર સુધી પેન્ડલ માર્યા વિના જ સાયકલ પર બાઈકની જેમ જ મુસાફરી કરી શકાય છે. જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે સાઇકલની બેટરી ઘરમાં પંખો લાઇટ જેવા ઉપકરણો ચાલુ કરવા પણ સાયકલની બેટરી કામ આવી શકે છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.