ઓટોમોબાઈલ ABP ગુજરાતી
એક ચાર્જમાં 200 કી.મી. રેન્જવાળી ઇલેકટ્રીક બાઇક !
🏍️ ભારતીય માર્કેટમાં મોબિલિટી સ્ટાર્ટઅપ કંપની ઓબેન ઈવી પોતાની પહેલી ઇલેક્ટ્રિક મૉટરસાઇકલ લૉન્ચ કરવા માટે તૈયાર છે. Oben કંપીએ આ બાઇકનુ નામ Oben Ror રાખ્યુ છે. આ બાઇક સિંગલ ચાર્જમાં 200kmની રેન્જ આપે છે. કંપની ભારતમાં આ હાઇ સ્પીડ ઇલેક્ટ્રિક બાઇકને આગામી મહિને માર્ચમાં લૉન્ચ કરી શકે છે. લૉન્ચિંગના થોડાક દિવસો બાદ આની ડિલીવરી જૂન 2022માં શરૂ થઇ શકે છે. આ બાઇક Revolt RV 400 અને કોમેકી રેન્જર જેવી બાઇકોને ટક્કર આપશે.
🏍️ ફિચર્સ અને સ્પેશિફિકેશન્સ- જો આ બાઇકના ફિચર્સની વાત કરીએ તો આમાં ઓબેન ઇવીની એપ, એલઇડી લાઇટ, એક કલ એલસીડી કન્સૉલ અને સ્માર્ટફોન કનેક્ટિવિટી જોવા મળી શકે છે. આની ડિઝાઇન બહુજ એટ્રેક્ટિવ છે. આ બાઇક 100 કિમી. પ્રતિ કલાકની ટૉપ સ્પીડથી દોડી શકે છે. આને એકવાર ફૂલ ચાર્જ કરવા પર 200 કિલોમીટરની રાઇડ રેન્જ આપવાની સંભાવના છે. જોકે આના ફૂલ સ્પેશિફિકેશનથી સંબંધિત વધારે જાણકારી હાલમાં નથી મળી. પરંતુ આ Revolt RV 400 અને કોમેકી રેન્જર જેવી બાઇકોની સરખામણીમાં હોઇ શકે છે.
🔋 દર 6 મહિને થશે લૉન્ચિંગ- કંપનીનો 2022 પ્લાન તૈયાર છે, ઓબેન કંપનીએ બે વર્ષના પોતાના પ્લાનને અનવીલ કર્યો છે. જેનાથી જાણી શકાય છે કે કંપની આગામી બે વર્ષમાં દર 6 મહિને એક નવી પ્રૉડક્ટ માર્કેટમાં ઉતારશે. આ બાઇકને આ વર્ષે આમાંથી પહેલા પ્રૉડક્ટ તરીકે ઉતારી શકે છે, જોકે આની કિંમતની વાત કરીએ તો આ ઓબેન ઇલેક્ટ્રિક બાઇકની કિંમત લગભગ 1.2 થી 1.5 લાખ રૂપિયાની વચ્ચે (અંદાજિત) હોઇ શકે છે.
🔋 ઓબેન ઇલેક્ટ્રિકના કૉ-ફાઉન્ડરે કહ્યું- ઓબેન ઇલેક્ટ્રિકની કૉ-ફાઉન્ડર મધુમિતા અગ્રવાલે કહ્યું કે, ઓબેન ઇલેક્ટ્રિક મલ્ટી લેવલ ટેસ્ટિંગ, ડ્યૂરેબિલિટી, સેફ્ટી અને કનેક્ટિવિટીની સાથે આ સેગમેન્ટમાં આવવાની પુરેપુરી રીતે તૈયાર છે.
સંદર્ભ : ABP ગુજરાતી,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.