AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એક ગયું તો બીજુ તૈયાર, વધુ એક વાવાઝોડા નો ખતરો !
મોન્સૂન સમાચારસંદેશ
એક ગયું તો બીજુ તૈયાર, વધુ એક વાવાઝોડા નો ખતરો !
તાઉ તે વાવાઝોડાએ ગુજરાત, મહારાષ્ટ્રના અનેક ભાગોમાં તબાહી મચાવી છે. એક તરફ જ્યાં ગુજરાતમાં 19 લોકોના વાવાઝોડાના કારણે મોત થયું છે તો મહારાષ્ટ્રમાં 6 થી વધારે લોકોના માર્યા ગયાની સૂચના છે. આ સાથે જ જે જગ્યાઓથી વાવાઝોડું પસાર થયું ત્યાં તબાહીના અલગ જ દ્રષ્યો જોવા મળ્યા. આ તમામની વચ્ચે સમાચાર છે કે 5 દિવસ બાદ વધુ એક વાવાઝોડું આવવાનું છે. હવામાન વિભાગ અનુસાર 23-24 મે દરમિયાન વાવાઝોડું યાસ બંગાળની ખાડીથી ટકરાશે. આ વખતે વાવાઝોડાનું નામ ઓમાને આપ્યો છે. ભારતના હવામાન ખાતામાં ચક્રવાત વિભાગના પ્રભારી સુનીતા દેવીએ જણાવ્યું કે, આગામી અઠવાડિયે પૂર્વ - મધ્ય બંગાળની ખાડીમાં લૉ પ્રેશર બનવાની શક્યતા છે. હવામાન વિભાગ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તેમણે લૉ પ્રેશર સિસ્ટમ તીવ્ર થવાના સંકેત પણ આપ્યા. દેવીએ કહ્યું કે, દરિયાની સપાટીનું તાપમાન એસએસટી બંગાળની ખાડી ઉપર 31 ડિગ્રી છે. આ સરેરાશથી લગભગ 1-2 ડિગ્રી સેલ્સિયસ ઉપર છે. તમામ દરિયાઈ અને વાયુમંડળીય પરિસ્થિતિઓ વાવાઝોડાને અનુકૂળ છે. ઉલ્લેખનીય છે કે તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના ગામડાઓમાં ભારે વિનાશ વેર્યો છે. વાવાઝોડાથી સર્વાધિક અસરગ્રસ્ત ઊના, દીવ, કોડીનાર, રાજુલા, જાફરાબાદ સહિત દરિયાઈ પટ્ટીના સેંકડો ગામોમાં રાતભર 150 થી 200 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન અને 9 ઇંચ સુધીના તોફાની વરસાદે મકાનો, ખેતરો, વૃક્ષો, વીજ થાંભલા બધું જ તહસનહસ કરી નાખ્યું છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : સંદેશ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
58
12