સ્માર્ટ ખેતીVTV ગુજરાતી
એક ગજબ આઈડિયા જેણે બદલી ખેડૂતની દુનિયા કમાય છે 2 કરોડ !
🔹 દસ દેશોમાં વેચે છે ખેતીની નિપજો
ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં જામકા ગામમાં વસતાં પુરૂષોત્તમભાઈ સિદ્ધપુરાં ભારતના અનેક ખેડૂતોની જેમ ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે. તમને થશે કે એમા શું નવું છે? ખરું, પણ પુરુષોત્તમભાઈની માર્કેટિંગ સ્ટ્રેટેજી કૈંક અલગ જ છે જેણે તેમને આટલી બધી સફળતા અપાવી હતી.
🔹 18 વર્ષની ઉંમરથી ખેતી કરે છે.
પુરષોત્તમભાઈની ઉંમર 50 વર્ષ છે અને તેઓ 18 વર્ષની ઉંમરથી ખેતી કરે છે. તેઓ ફળો,શાકભાજી અને ધાન્ય વગેરેની ખેતી કરે છે. અને હવે ભારત સિવાય બીજા દસેક દેશોમાં તેમનો પાક વેચે છે.
🔹 માર્કેટિંગ સ્ટ્રેટેજી- અતિથિ દેવો ભવ
હું ખાસ ગ્રાહકોને મારા ખેતરે આમંત્રણ આપીને બોલાવું છું, ત્યાં તેઓ મારી સાથે બે દિવસ માટે રહે છે. આ દરમિયાન હું તેમણે મારી ખેતીની પધ્ધતિ બતાવું છું. આ જ ખેતપેદાશોમાંથી બનેલો ખોરાક પણ ખવડાવું છું. તેમના તમામ પ્રશ્નોના જવાબો પણ આપું છું અને આ બધુ એકન પણ પૈસો લીધા વગર જ. જો તેમને મારી આ પધ્ધતિ ગમે તો તેઓ ઓર્ડર આપી જાય છે. તેમણે નિયમિત રીતે વોટ્સેપ પર અપડેટ્સ પણ મલી જાય છે. અને આ રીતે તેમને મારા પર ભરોસો થાય છે જેના પગલે એક અલગ જ સંબંધ બંધાઈ જાય છે.
🔹 પહેલાં તો દુષ્કાળ જેવિ સ્થિતિ હતી
જામકા વિસ્તારમાં આ પહેલા 1999 સુધી તો દુષ્કાળની સ્થિતિ રહેતી હતી. પરંતુ ત્યાર બાદ ગાંવસીઓએ ભેગા મળીને ફંડ ઉઘરાવ્યું અને ડેમ જેવા જળસંચયના સ્થળો બનાવ્યા. ''અમે 45 લાખ રૂપિયા એકઠાં કર્યા અને 55 નાના બંધ બનાવ્યા અને પાંચ તળાવ બનાવ્યા. આ ગામના 3 હજાર રહેવાસીઓ માટે વરદાન બન્યા અને ભૂગર્ભ જળ 500 ફૂટ થી 50 ફૂટ ઊંડે સુધી આવી ગયું. લાખો લિટર પાણી બચાવી શકાયું. ગુજરાત સરકારે પણ અમારું આ મોડલ અપનાવ્યું. અપૂરતો વરસાદ પછીથી ક્યારેય પ્રશ્ન બન્યો નથી." તેમણે કહ્યું હતું.
🔹 2 કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર
અમેરિકા, બ્રિટન, જર્મની અને દુબઈ જેવા દેશોમાં તેમનાં ગ્રાહકો છે જે તેમની પ્રોડક્ટ ખરીદે છે. પણ આ મંત્ર ત્યારે જ સફળ થાય છે જ્યારે તમારું કામ એટલું સારું હોય અને તમે સારી પ્રોડક્ટ આપો. ઓર્ગેનિક પ્રોડક્ટ્સનું માર્કેટ હજુ પણ વધારે વિસ્તરી રહ્યું છે.
🔹 ખર્ચ અસરકારક અને પાણી બચત ખેતી
કૌટુંબિક વ્યવસાય હોવાથી, સિદ્ધપરા કૃષિ ક્ષેત્રમાં પ્રવેશવા માટે નાનપણથી જ તૈયાર હતા. 18 વર્ષની વયે તેમની પાસે ઘણા વિચારો હતા અને તેમાંથી મોટાભાગના તેમના શિક્ષણથી ઉદ્ભવ્યા હતા. તેમણે ખેતીની ઓર્ગેનિક પદ્ધતિ વિશે શીખ્યા.
🔹 આવકમાં આવ્યો મોટો ફેરફાર
આ અગાઉ અમારો નફો નહિવત હતો અને આવકને આગામી પાક ચક્ર માટે રસાયણો અને જંતુનાશકોની ખરીદીમાં ફરીથી રોકાણ કરવું પડતું હતું . તેમનો દાવો છે કે એ સમયે પરિવારની આવક ખેત મજૂરો જેવી જ હતી. તેમણે પહેલા કેરી,પપૈયાં,સફરજન જેવા ફળો પકવવાની શરૂઆત કરી. ત્યાર બાદ તેઓ જુવાર, બાજરો અને વિવિધ મસાલા જેવા કે જીરા મરચા વગેરે પક્વતા થયા. આ પાછળનો હેતુ એ હતો કે એકબીજાને ઊગવામાં તેઓ સારો સહકાર આપે અને ઓછું પાણી કે સૂર્યપ્રકાશ હોય તો પણ ચાલી જાય.
પુરુષોત્તમભાઈ ખેડૂતો માટે ઉદાહરણરૂપ બિઝનેસ મોડલ બનાવી શક્યાં છે અને આગામી દિવસોમાં ખેડૂતોને તેમના અનુભવોનો લાભ મળશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
વંદે માતરમ સેલ ની એક ઝલક https://youtu.be/dZ1HRZ5PD9A
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : Nakum Ashok.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.