AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
💷 એકવાર રોકાણ કરીને દર મહિને મેળવો 4,950 રૂપિયા !
યોજના અને સબસીડીVTV ગુજરાતી
💷 એકવાર રોકાણ કરીને દર મહિને મેળવો 4,950 રૂપિયા !
✔️ પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળે છે સારું રિટર્ન ✔️ પોસ્ટ ઓફિસમાં રોકાણકારોના પૈસા સુરક્ષિત રહે છે ✔️ આ સ્કિમમાં દર મહિને મળશે 4950 રૂપિયા પોસ્ટ ઓફિસની કેટલીક સ્મોલ સેવિંગ્સ સ્કીમ છે જેમાં જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકાય છે. પોસ્ટ ઓફિસની મંથલી ઈન્કમ સ્કીમ પણ આમાંથી જ એક છે. જ્યાં જોઈન્ટ એકાઉન્ટનો જબરદસ્ત ફાયદો મળે છે. પોસ્ટ ઓફિસની સ્કીમ્સમાં રોકાણકારોના પૈસાની ગેરંટી રહે છે અને કોઈપણ પ્રકારનું રિસ્ક રહેતું નથી. 💰 જાણો શું છે આ સ્કીમ: પોસ્ટ ઓફિસ દ્વારા એક ખાસ યોજના ચલાવવામાં આવે છે, જેના દ્વારા પતિ અને પત્ની બંને મળીને વાર્ષિક 59,400 રૂપિયા કમાઈ શકે છે. આ યોજનાનું નામ પોસ્ટ ઓફિસ માસિક બચત યોજના છે, જેના દ્વારા તમે દર મહિને નિશ્ચિત આવક મેળવી શકો છો. જો માસિક કમાણીની વાત કરીએ તો તમે આમાં દર મહિને 4950 રૂપિયા કમાઈ શકો છો. તમે તેમાં જોઈન્ટ ખાતું પણ ખોલાવી શકો છો. ચાલો તમને જણાવીએ આ યોજના વિશે. ' વાર્ષિક આટલી કમાણી થશે: આ સ્કીમમાં જોઈન્ટ ખાતા દ્વારા બમણો લાભ મળી શકે છે. MIS સ્કીમમાં ખોલવામાં આવેલું ખાતું સિંગલ અને જોઇન્ટમાં ખોલી શકાય છે. વ્યક્તિગત ખાતું ખોલતી વખતે તમે આ સ્કીમમાં ઓછામાં ઓછા 1,000 અને મહત્તમ 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. પરંતુ, જોઈન્ટ ખાતામાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકાય છે. આ સ્કીમ નિવૃત્ત કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ ફાયદાકારક છે. યોજના કેવી રીતે કામ કરે છે: આ સ્કીમમાં તમને 6.6 ટકાના દરે વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. યોજના હેઠળ તમારી કુલ જમા રકમ પર વાર્ષિક વ્યાજના આધારે વળતરની ગણતરી કરવામાં આવે છે. આમાં તમારું કુલ વળતર વાર્ષિક ધોરણે કરવામાં આવે છે. જેથી તે દરેક મહિના અનુસાર 12 ભાગોમાં વહેંચાયેલું છે. તમે દર મહિને તમારા ખાતામાં એક ભાગ મંગાવી શકો છો. જો તમને મંથલી પૈસા નથી જોઈતા તો તમારી મૂળ રકમમાં આ રકમ જોડાઈને તેના પર વ્યાજ મળે છે. આ રીતે થશે આવક: ધારો કે પતિ અને પત્નીએ આ યોજના હેઠળ જોઈન્ટ ખાતામાં 9 લાખ રૂપિયા રોક્યા છે. 6.6 ટકા વ્યાજદરે 9 લાખની ડિપોઝિટ પર વાર્ષિક વળતર 59,400 રૂપિયા હશે. જો તેને 12 ભાગોમાં વહેંચવામાં આવે તો તે 4950 રૂપિયા માસિક હશે. એટલે કે, તમે દર મહિને તમારા ખાતામાં 4950 રૂપિયા માંગી શકો છો. સાથે જ તમારી મૂળ રકમ સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવશે. જો તમે ઈચ્છો તો તમે 5 વર્ષ પછી અને 5-5 વર્ષ માટે સ્કીમને લંબાવી શકો છો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : VTV ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
30
10
અન્ય લેખો