નઈ ખેતી, નયા કિસાનread.ottindia
ઋષિ કૃષિ ! પરંપરા આધારિત વિશિષ્ટ ખેતી પદ્ધતિ !
ભારત કૃષિપ્રધાન દેશ છે. અહીં કૃષિ ક્ષેત્રે અનેક પ્રકારની કૃષિ પદ્ધતિ અમલી છે. જેમાંની એક એટલે પ્રાકૃતિક ખેતી અને હોમોફાર્મિંગ એટલે કે આદ્યાત્મિક શક્તિ આધારિત ખેતી અમુક ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. જો કે, લોકો હવે ધીમે ધીમે ફરી શુદ્ધ અને પ્રાકૃતિક ખાદ્ય પદાર્થો તરફ વળ્યાં છે. ગીર સોમનાથના જંગલ બોર્ડર પર આવેલા વલાદર ગીર ગામે આવી જ કંઈક વિશિષ્ટ ખેતી થઈ રહી છે. આમ તો ગુજરાતમાં જૂજ ખેડૂતો જ આ પ્રકારની ની ખેતી કરે છે. આ ખેતી છે હોમો ફાર્મિંગ અર્થાત આધ્યાત્મિક શક્તિઓની ઉર્જાથી થતી ખેતી. જેને કોસ્મિક ફર્ટિલાઈઝર પણ કહેવામાં આવે છે.
શિવપુરાણમાં વર્ષો પૂર્વે દુષ્કાળના વર્ષોમાં ગૌતમ ઋષિ સવારે વાવતા અને સાંજે લણતાઆ પ્રકારની ઋષિખેતીનો ઉલ્લેખ જોવા મળે છે. અર્થાત ઋષિમુનિઓ આધ્યાત્મિક ઉર્જા ની શક્તિ વળે ખેતી કરતા. આધ્યાત્મિક સાધના શક્તિની ઉર્જાને ખેતીમાં પ્રવાહિત કરવામાં આવે છે. અગ્નિહોત્રી યજ્ઞની ઉર્જા એટલે કે ધૂપ ઉપરાંત જીવામૃતના ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
જો પ્રકૃતિને નમો તો પ્રકૃતિ પણ જરૂરથી આશીર્વાદ વરસાવે છે તેમાં પણ ખેતી તો પ્રકૃતિનો જ એક ભાગ છે તેમાં જો આધ્યાત્મિક શક્તિઓની ઉર્જા ભળી જાય તો પ્રકૃતિને જાણે કે ચાર ચાંદ લાગી જાય અને તે માટે જગતનો તાત ખેડૂત ઋષિ પરંપરાની ખેતી અપનાવી સાચા અર્થમાં આત્મનિર્ભર બને તે માટે અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે. પ્રકૃતિ સાથે તાદમ્ય સાધી ખેતી માટે ખેડૂતો જગૃત અને પ્રશિક્ષિત કરાઈ રહ્યા છે. જેના લીધે ખેડૂત પોતાના ખેતરમાં મંત્ર સાધના વડે દિવ્ય ઊર્જા પણ પ્રવાહિત કરી કૃષિ ઋષિ અપનાવી આકાશીય ઊર્જા વડે ખેતીને ધન્ય કરી શકે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : read.ottindia.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.