AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉપવાસ માં પરંપરાગત વાનગી આપશે તાકાત, જાણો અને ઘરે બનાવો !
ખાના ખજાનાVTV ગુજરાતી
ઉપવાસ માં પરંપરાગત વાનગી આપશે તાકાત, જાણો અને ઘરે બનાવો !
👉 સાબુદાણા પચવામાં સરળ રહે છે અને તેની ખીચડીનો સ્વાદ તમને ઉપવાસનો આભાસ થવા દેતો નથી. આ સાથે તે પચવામાં સરળ હોવાથી તમને અન્ય કોઈ સમસ્યા થતી નથી. આ સિવાય શરીરને પોષણ પણ સરળતાથી મળી રહે છે. તો જાણો અને પછી બનાવો. સામગ્રી: - 250 ગ્રામ સાબુદાણા(ધોઈ ને 4 કલાક પલાળેલા) - 200 ગ્રામ બટાકા - 25 ગ્રામ સિંગ - 1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ - 2 ટેબલ સ્પૂન તેલ - 1 ટેબલ સ્પૂન લાલ મરચું - 1 નંગ લીંબૂનો રસ - સિંધવ મીઠું સ્વાદનુસાર ગાર્નીશિંગ માટે - દાડમના દાણા - ફરાળી ચેવડો - ઝીણી સમારેલી કોથમીર - મસાલા શીંગનો ભૂકો રીત : 👉 સૌ પહેલાં પલાળેલા સાબુદાણામાં એકાદ સ્પૂન તેલ નાખી તેને વરાળથી બાફી લો. આમ કરવાથી સાબુદાણા ચોટશે નહીં. હવે એક કઢાઈમાં સહેજ તેલ મુકી તેમાં મીઠો લીમડો અને જીરૂનો વઘાર કરો. સાબુદાણા નાખીને લગભગ 10-12 મિનિટ માટે સાંતળો. તેલમાં સિંગને પણ સાંતળી લો. બાદમાં તેને બહાર કાઢી લો. હવે બાફેલા બટાકાના ટુકડાં, સિંધવ મીઠું, મરચું, લીંબુનો રસ, દળેલી ખાંડ અને તળેલી સિંગ ઉમેરી બરોબર હલાવી લો. ખીચડીને બાઉલમાં કાઢી દબાવીને અનમોલ્ડ કરો. ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર, દાડમના દાણા અને ફરાળી ચેવડાથી ગાર્નીશ કરી સર્વ કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : VTV ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
4
1