AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળુ મગફળી માં મોલો-મશી !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ઉનાળુ મગફળી માં મોલો-મશી !
👉 ઘણા ખેડૂતોએ ઉનાળુ મગફળી કરી જ હશે. 👉 હાલનું વાતાવરણ જોતા મોલો-મશીનું આક્રમણ આવી શકે છે. 👉 છોડ નાના હોય અને આ જીવાતનો હુમલો થાય તો છોડના વિકાસ ઉપર માઠી અસર પડતી હોય છે. 👉 ખેતરમાં પીળા ચીકણા ટ્રેપ્સ લગાવવા. 👉 આ જીવાતનો ઉપદ્રવની શરુઆત થાય કે તરત જ ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લિ. અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન ૨૫ ઇસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અને જરૂર જણાય તો ૧૦ થી ૧ર દિવસ બાદ બીજો છંટકાવ કરવો. આની અવેજીમાં અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરી શકાય. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 આ નાની પણ મોટી વાત કેવી લાગી નીચે કોમેન્ટ કરીને તમારું મંતવ્ય જરૂર જણાવશો ! આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
4
અન્ય લેખો