AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળુ મગફળી માં ચુસીયા જીવાત નું અસરકારક નિયંત્રણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ઉનાળુ મગફળી માં ચુસીયા જીવાત નું અસરકારક નિયંત્રણ !
🥜 ઉનાળુ મગફળીમાં જો વાતાવરણ અનુકૂળ રહે તો ચુસીયા પ્રકારની જીવાતો જેવી કે મોલો, તડતડિયા, થ્રિપ્સ વગેરેનો ઉપદ્રવ આવી શકે છે. 🌥 જો વાદળછાયું અને થોડુ ગરમ-ભેજવાળુ વાતાવરણ રહે તો મોલોનો ઉપદ્રવ થઈ શકે છે. 🌥 સુકુ વાતાવરણ રહે તો તડતડિયા અને થ્રિપ્સનો હુમલો આવી શકે છે. જીવાતની આગોત્તરી જાણકારી માટે ખેતરમાં પીળા અને વાદળી ચીકણા ટ્રેપ્સ અવશ્ય લગાવી રાખવા. 🦟 કોઈ પણ ચુસીયાનો ઉપદ્રવ શરુ થતો જણાય તો તો ઈમીડાક્લોપ્રીડ 17.8 એસએલ 3 મિલિ અથવા લેમડા સાયહેલોથ્રીન 5 ઇસી 5 મિલિ અથવા ક્લોરપાયરીફોસ 20 ઇસી 20 મિલિ પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. 🏠 જૂનાગઢ કૃષિ. યુનિ.ની એક ભલામણ અનુસાર ઉપરમાંથી કોઇ પણ એક દવાનો બે વાર 10 દિવસના અંતરે છંટકાવ કરવો.
19
4
અન્ય લેખો