ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ઉનાળુ મગફળી ના વાવેતર માટે ખાસ તૈયારી
🥜ખેડૂતભાઈઓ આજે આપણે ઉનાળુ મગફળીનની વાવેતર પહેલા ની તૈયારી અને ક્યુ બિયારણ વાવેતર માટે યોગ્ય છે તેના વિશે વિગતવાર માહિતી લેશું. વધુ માહિતી માટે લેખ વાંચો.
🥜સૌ પ્રથમ વાત કરીયે જમીન અને તેની તૈયારી વિશે તો મગફળીને સારી નિતારશક્તિ ધરાવતી રેતાળ, ગોરાડુ તથા મધ્યમ કાળી જમીન વધુ અનુકુળ આવે છે. વધુ પડતી કાળી નીતાર્શક્તિ તેમજ ક્ષારવાળી જમીન માફક આવતી નથી. મગફળીના ડોડવાનો વિકાસ સહેલાઈથી અને સારી રીતે થઈ શકે તે માટે ખેડ કરીને જમીન ને પોચી અને ભરભરી બનાવવી જોઈએ. વધુ પડતી ઊંડી ખેડ કરવી હિતાવહ નથી. પિયતનું પાણી દરેક ક્યારામાં એક સરખું મળી રહે તે માટે જમીન સપાટ અને સમતળ બનાવવી જરૂરી છે.
🥜ઉનાળુ વાવેતર માટે ૨૦ જાન્યુઆરી થી ૨૦ ફેબ્રુઆરી યોગ્ય સમય છે. સામાન્ય રીતે ર૩ થી રપ સેન્ટીગ્રેડ
ઉષ્ણતામાને મગફળી જેવા પાકો સારી રીતે ઉગી શકે છે.
🥜જો બીજ દર વિશે વાત કરીએ તો ૫૦ કિલો/એકર બિયારણ ની જરૂર પડે છે. અને વાવણી નું અંતર ૩૦*૧૦ સેમી રાખવાથી સારો વિકાસ થઈ શકે છે.
સંદર્ભ :- એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.