ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ઉનાળુ મગફળીમાં પાન ખાનાર ઇયળનો ઉપદ્રવ !
👉 વાતાવરણ માં ભેજ નું પ્રમાણ લાંબો સમય સુધી રહે ત્યારે આ ઇયળનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. ઇયળ છોડના પાન ખાઇ છોડને ઝાંખરા જેવો બનાવી દે છે. દિવસ દરમ્યાન ઇયળ ખાસ જોવા મળતી નથી કારણે કે તે છોડની આજુબાજુની જમીનની તિરાડોમાં ભરાઇ રહે છે. મગફળીના સુયા અને વિકસતા દોડવાને પણ નુકસાન કરે છે. આ ઇયળના નિયંત્રણ માટે ફ્લુબેન્ડીએમાઇડ ૨૦% ડબલ્યુજી ૫ ગ્રામ અથવા નોવાલ્યુરોન ૫.૨૫% + ઇન્ડોક્ષાકાર્બ ૪.૫૦% એસસી દવા ૧૦ મિલિ અથવા થાયોમેથોક્ષામ ૧૨.૬% + લેમ્બડા સાયહેલોથ્રિન ૯.૫૦% ઝેડસી દવા ૩ મિલિ પ્રતિ ૧૦ લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
19
2
સંબંધિત લેખ