AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળુ મકાઈ ની મોલો મશી થી બચાવો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઉનાળુ મકાઈ ની મોલો મશી થી બચાવો !
👉 ખેડૂતોએ કરેલ ઉનાળુ મકાઇ હાલ નીંઘલ કે દુધિયા દાણાની અવસ્થાએ હશે. 👉 આ સમયે શરુઆતમાં છોડની ભૂંગળી અને ત્યાર બાદ નર પુષ્પગુચ્છ ઉપર રહી રસ ચૂંસિને નુકસાન કરતી હોય છે. 👉 મકાઇના ડોડા ઉપર પણ આ જીવાત જોવા મળે છે. 👉 નુકસાનને લીધે ડોડામાં દાણા બરાબર પરિપક્વ થતા નથી. 👉 કાળા રંગની ફૂગનો પણ વિકાસ થાય છે. 👉 પરભક્ષી દાળિયા મોલોનું ભક્ષણ કરતા હોય છે. 👉 ઉપદ્રવ વધતો હોય તો વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગ આધારિત દવા ૪૦ ગ્રા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. તેમ છતા ઉપદ્રવ દેખાતો હોય તો થાયામેથોક્ષામ ૧૨.૬% + લેમડા સાયહેલોથ્રીન ૯.૫% ઝેડસી ૨.૫ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
4