AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળુ મકાઇમાં ગાભમારા અને ટપકાંવાળી લશ્કરી ઇયળનું સંકલિત નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઉનાળુ મકાઇમાં ગાભમારા અને ટપકાંવાળી લશ્કરી ઇયળનું સંકલિત નિયંત્રણ
ઉનાળામાં મકાઇનો પાક પણ મોટા વિસ્તારમાં લેવામાં આવે છે. મકાઇના શરુઆતના તબ્બકે ગાભમારાની અને નવી નોંધાયેલ પૂછડે ચાર ટપકાંવાળી ઇયળથી નુકસાન થઇ શકે છે. ગાભમારાની ઇયળ સાંઠાના પાનની ભુંગળીને કોચીને દાખલ થતી હોવાથી આ પાન ખુલતાં તેના પર સમાંતર કાણાં દેખાય છે. ત્યારબાદ તે સાંઠાને કોરી ખાય છે જેને પરિણામે વચ્ચેની ડૂંખ (દાંડી) સુકાઇ જાય છે. તેને “ડેડ હાર્ટ” કહેવામાં આવે છે. નવી નોંધાયેલ પૂંછડે ચાર ટપકાવાળી ઇયળ કૂમળા પાન ઉપર ઘસરકાપાડી ખાય છે. મોટી થતા આ ઇયળો પાન ઉપર અનિયમિયત આકારના કાણાં પાડે છે તેમજ મકાઇના ડોડાની અંદર રહી વિકસતા દાણાને પણ ખાય છે. નુકસાન પામેલ છોડમાં લાકડાના વેર જેવી હઘાર ભૂગળી પાસે જોવા મળે છે.
સંકલિત વ્યવસ્થાપન o પાકની નવી વાવણી વખતે લીમડાનો ખોળ ૨૫૦ કિ.ગ્રા પ્રતિ હેક્ટરે જમીનમાં આપવું. o ખેતરમાં એક લાઇટટ્રેપ અવશ્ય લગાવવું. o મકાઇ પછી મકાઇનો પાક ન લેવો, પાકની ફેરબદલી કરવી. o માદા ફૂદીથી મૂકાયેલ ઇંડાના સમૂહને હાથથી તોડી લઇ નાશ કરવા. o વાવણી બાદ ૨૦ થી ૨૫ દિવસે કાર્બોફ્યુરાન ૩ ટકા દાણાદાર દવા ૮ થી ૧૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે છોડની ભૂંગળીમાં આપવાથી ગાભમારાની ઇયળનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે. o પૂંછડે ચાર ટપકાવાળી ઇયળનું પ્રમાણ વધુ હોય તો ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા સ્પીનોસાડ ૪૫ એસી ૩ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસી ૩ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ છોડની ભૂગળી પલળે તે રીતે કરવો. દરેક છંટકાવ વખતે દવા બદલવી. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત)
192
0