AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળુ ભીંડામાં પાન કથીરી છે કે તે ચેક કરો?
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ઉનાળુ ભીંડામાં પાન કથીરી છે કે તે ચેક કરો?
➡ આપે આ ઋતુમાં ભીંડા અવશ્ય કર્યા હશે અને ઓછામાં ઓછી ૭ થી ૮ વિણી પણ લઈ લીધી હશે. ➡ આ સમયે પાન કથીરી નો ઉપદ્રવ આવી શકે છે. ➡ ગરમ અને વાતાવરણમાં ઓછા કે નહિવત ભેજ રહે તો આનો પ્રકોપ વધી શકે છે. માટે જુઓ પાન કે શીંગ ઉપર લાલ રંગની કથીરી તેના બનાવે ઝીણા જાળામાં ફરતી જોવા મળે છે કે કેમ? ➡ જો હોય તો અને આપના ભીંડામાં હજુ પણ વધારે વિણી લઈ શકાય તેવો પાક હોય તો જ તેના માટે દવાકીય પગલાં લેવા. ➡ જો એકાદ –બે વીણી જ આવશે તેવું લાગે તો દવા છાંટી ખર્ચ વધારશો નહિ. ➡ આ જીવાતના નિયંત્રણ માટે ફેનાઝાક્વિન 10 ઈસી 25 મિલિ અથવા પ્રોપરગાઈટ 57 ઈસી 20 મિલિ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવો સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
8
2
અન્ય લેખો