એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઉનાળુ બાજરીમાં ડૂંડા ઉપર ઇયળથી નુકસાન થાય છે કે તેમ જૂઓ?
👉 ઉનાળુ બાજરી અત્યારે દુધિયા દાણાની અવસ્થાએ આપનો પાક હશે. 👉 આ સમયે લીલી ઇયળનો આક્રમણ થવાની પુરેપુરી શક્યતા રહેલી છે. 👉 આ અવસ્થાએ ઇયળ થુલી નીચે રહી દુધિયા દાણાને નુકસાન કરતી હોવાથી ઉત્પાદન ઉપર માઠી અસર પડતી હોય છે. 👉 પાક દુધિયા અવસ્થાએ હોવાથી દાણામાં દવાના અવશેષો ન રહે તે માટે કોઇ પણ રાસાયણિક દવાની ભલામણ કરેલ નથી. 👉 નુકસાન ઓછું કરવા માટે કોઇ પણ લીમડા આધારિત દવા (૦.૧૫ એક- ૧૫૦૦ પીપીએમ) ૪૦ મિલિ અથવા બીટી પાવડર ૧૫ ગ્રા અથવા ઇયળનું મળતું એનપીવી (વાયરસ આધારિત દવા) ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 આ ઇયળના ફેરોમોન ટ્રેપ્સ પણ ઉપલબ્ધ છે; વિઘે ૫-૧૦ ગોઠવવા. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
5
અન્ય લેખો