ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ઉનાળુ તલની યોગ્ય ખેતી પદ્ધતિ
✅જમીન અને આબોહવા:-
તલના પાકને રેતાળ, હલકી, મધ્યમ કાળી, ગોરાડુ અને સારા નિતારવાળી જમીન વધુ અનુકૂળ આવે છે. આ પાકને ક્ષારયુકત, ભાસ્મિક તેમજ ભારે કાળી અને ઓછા નિતારવાળી જમીન માફક આવતી નથી.
✅વાવણી સમય:-
તલનું વાવેતર ઠંડી ઓછી થાય તેમજ ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયામાં કરવું હિતાવહ છે. વહેલું વાવેતર કરવાથી ઉગાવો ઓછો થાય છે અને છોડનો વિકાસ ધીમો રહેવાથી ઉત્પાદન ઓછું મળે છે. જો મોડું વાવેતર કરવામાં આવે તો પાકવાના સમયે વરસાદ ચાલુ થઈ જવાની શકયતા રહે છે, જેની માઠી અસર થાય છે.
✅બિયારણ દર અને વાવેતર અંતર:-
તલના પાક માટે એકર દીઠ ૧ થી ૧.૫ કિલો બિયારણની જરૂરિયાત રહે છે.
તલના વાવેતર માટે બે ચાસ વચ્ચે ૪૫ થી ૬૦ સેમી અને બે છોડ વચ્ચે ૧૨ થી ૧૫ સેમી અંતર રાખવું.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો.