AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઉનાળુ તરબૂચ અને સક્કરટેટીમાં ફળમાખીનું નુકસાન અને વ્યવસ્થાપન
• માદા કીટક વિકસતા નાના-મોટા ફળોની છાલમાં પોતાનાં ઈંડા મૂકે છે. • ઈંડા માંથી નીકળતો પીળાશ પડતો સફેદ રંગનો કીડો ફળનો ગર્ભ ખાય છે. • નુકસાનવાળા નાના ફળો ઉપર ખરી પડે છે. • મોટા ફળમાં કોહવારો લાગુ પડતા ફળો ખરી પડે છે. • ફળનો આકાર પણ બેડોળ થઇ જતો હોય છે. • ઈંડા મૂકેલ જગ્યાએથી ફળમાંથી રસ ઝરે છે. આ ઝરણ જામી જતા બદામી રંગના ગુંદર જેવું દેખાય છે, જેને ખેડૂતો “ટુવા” તરીકે ઓળખે છે.
• ગુણવત્તા બગડવાથી ખેડૂતોને આવાં ફળોના બજારભાવ મળતા નથી. _x000D_ • કાળજી ન રાખવામાં આવે તો સો ટકા જેટલું નુકસાન થઇ શકે છે. _x000D_ • ફળમાખી ગરમ વાતાવરણમાં વધુ સક્રિય રહે છે._x000D_ • નુકસાન પામેલા, ખરી પડેલા અને “ટુવા” પડેલાં ફળો નિયમિત રીતે વીણી જમીનમાં દાટી દેવા._x000D_ • વાડીની ચોખ્ખાઈ રાખવી. _x000D_ • વાડીની ચારે બાજુ મકાઇની એક-બે હરોળ વાવવી અને તેના ઉપર દવાનો છંટકાવ કરતા રહેવું _x000D_ • પુખ્ત ફળમાખીના નિયંત્રણ માટે ૪૫૦ ગ્રામ ગોળને ૧૦ લિટર પાણીમાં ઓગાળી તેને ૨૪ કલાક મૂકી રાખવું. ત્યારબાદ તેમાં ડાયકલોરોવોસ ૭૬% ઇસી ૫ મિલિ ઉમેરી ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારથી દર અઠવાડીએ એક વાર મોટા ફોરે વેલા પર પડે તેમ છાંટવી. _x000D_ • ફળમાખીના નરને આકર્ષીને મારી નાખવા માટે ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે “ક્યુ લ્યુર” યુક્ત “ફળમાખી પિંજર” એકરે ૮-૧૦ ની સંખ્યામાં પાકથી આશરે એક મીટર જેટલી ઉંચાઈએ લટકાવવા._x000D_ • પિંજર (ટ્રેપ્સ) માં પકડાયેલ ફળમાખીઓ અઠવાડિયામાં બે વાર ખાલી કરવા. _x000D_ • આવા ટ્રેપ્સ પાકની અવધિ સુધી અસરકારક રહેતા હોવાથી ફરી બદલવા નહિ. _x000D_ • ટ્રેપ્સને વાડીમાં એક બીજાથી સરખા અંતરે રહે તે પ્રમાણે લગાવવા. _x000D_ • જો લાકડીના ડંડા ઉપર લગાવ્યા હોય તો ડંડા ઉધઇથી નુકસાન ન થાય તેની કાળજી રાખવી. _x000D_ • હવા કે પવનથી લગાવેલ ટ્રેપ્સ ખૂબ ઝુલતા ન હોય તે રીતે લગાવવા. _x000D_ _x000D_ _x000D_ વિડીયો સંદર્ભ: vaibhav jamma MACL SOLAPUR_x000D_ _x000D_ સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ_x000D_ _x000D_ આ ઉપયોગી માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો._x000D_ _x000D_
378
2
અન્ય લેખો