AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળુ ડાંગર માં ગાભમારા ની ઈયળ ને આવતી અટકાવો !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ઉનાળુ ડાંગર માં ગાભમારા ની ઈયળ ને આવતી અટકાવો !
🐛ઇયળને લીધે છોડનો વચ્ચેનો પીલો સુકાઇ જવાથી (ડેડ હાર્ટ) છોડનો વિકાસ અટકી પડતો હોય છે. આવો પીલો ખેંચતા સહેલાઇથી ખેંચાઇ આવે છે. 🐛ઇયળ છોડના થડમાં રહીને નુકસાન કરતી હોવાથી દાણાદાર દવા વધારે અસરકારક રહે છે અને જીવાતના કુદરતી દુશ્મનો જેવા કે કરોળિયાને સીધી અસર થતી નથી. 🐛સતત નિરીક્ષણ રાખવું અને જે જગ્યાએ આ જીવાતની અસર જોવા મળે ત્યાં જ દવાકીય પગલાં લેવાથી આખી ક્યારીમાં દવા નાંખવાની જરુરિયાત રહેતી નથી. અસરગ્રસ્થ છોડ ઇયળ સહિત ઉપાડી નાશ કરવા. 🐛 જો દવાકીય પગલાં લેવાની જરુર પડે તો દાણાદાર દવા કારટેપ હાઇડ્રોક્લોરાઇડ ૪% જી ૧૦ કિ.ગ્રા. અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૦.૪ જીઆર ૧૦ કિ.ગ્રા. અથવા કારટેપ હાઇડ્રોક્લોરાઇડ ૪% + ફિપ્રોનિલ ૦.૫૦% સીજી દાણાદાર દવા ૨૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે જમીનમાં આપવી. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
12
6