સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઉનાળુ ડાંગર ની ધરૂવાડીયાની માવજત !
ઉનાળુ ઋતુની ખેતી માટે ધરૂવાડિયુ ખરેખર શિયાળુ ઋતુમાં ઉછેરવું પડે છે. ઠંડીનું પ્રમાણ વધુ હોવાથી ધરૂવાડિયુ ઉછેરવું ખુબજ કઠિન પડે છે અને ઘણી જ કાળજી માગી લે છે અને ધરૂ ઉછેરવામાં ચોમાસુ ઋતુ કરતા લગભગ બમણો સમય લાગે છે. શીત પ્રતિકારક શકિત ધરાવતી જાતોનું ધરૂ સારુ તૈયાર થાય છે. જયારે બીજી અન્ય જાતોનું ધરૂ થોડુ નબળુ તૈયાર થાય છે. શિયાળુ ઋતુમાં ઠંડા પવનનું પ્રમાણ પણ વધુ હોવાથી ધરૂવાડિયાને ઠંડીથી રક્ષાણ આપવા ધરૂવાડિયા ફરતે સેવરી, સેસ્બેનિયા અથવા ઈકકડ વાવી પવન અવરોધક વાડ તૈયાર કરવી જોઈએ. ઉનાળુ ઋતુની ખેતી માટે અનુકૂળતા પ્રમાણે જુદીજુદી રીતે ધરૂવાડિયુ ઉગાડવામાં આવે છે જે નીચે પ્રમાણે છે. ડાંગરને ર૪ કલાક પલાળી, પલાળેલા બીજને ભીના કંતાન ઉપર અથવા ભીના કોથળામાં ભરી ૧ર કલાક દબાવી રાખવું. જેથી બીજને જરૂરી ગરમાવો મળતા સ્ફુરણ થાય છે. આ સમય દરમ્યાન બીજ નાંખવાના ધરૂવાડિયામાં પાણી ભરી ઘાવલ કરી રબડી બનાવી સમાર મારવો. અડધો કલાક રબડી ઠરવા દઈ ફણગાવેલું બીજ થોડા જોરથી એકસરખું પુંખી દેવું અને જમીનમાં પુરતો ભેજ જળવાઈ રહે તેટલું જ પાણી રાખવું. જેથી બીજ જમીનમાં સંપર્કમાં આવતાં ઉગી નીકળે છે. ત્યારબાદ પાંચ થી છ દિવસ પછી જરૂરીયાત મુજબ હળવેથી પાણી આપવું. વાવવા માટે યોગ્ય રીતે તૈયાર કરેલ ધરૂવાડિયાની જમીનમાં બીજ પુંખવામાં આવે છે અને પછી પાણી આપવામાં આવે છે. જણાવેલ કદનાં ગાદી કયારા બનાવી બિયારણ સીધેસીધું પુંખી અથવા ૧૦ સે.મી.ના અંતરે હારમાં હાથ વડે ચાસ ઉગાડી કયારા દીઠ ડાંગરની જાત પ્રમાણે ર૦૦ થી ૩૦૦ ગ્રામ બીજ વાવી પંજેઠીથી માટીમાં ભેળવ્યા બાદ પાણી મુકવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલ ધરૂ સશકત અને વધુ મૂળવાળુ હોય છે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
8
અન્ય લેખો