ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઉનાળુ ડાંગરમાં ચૂસીયાંનું વ્યવસ્થાપન
• ડાંગરના પાકમાં મુખ્યત્વે પાનના થડના સફેદ પીઠવાળા ચૂસીયાંનો ઉપદ્રવ જોવા મળે છે. • બચ્‍ચાં તથા પુખ્‍ત એમ બંને અવસ્‍થા છોડના થડમાંથી રસ ચૂસે છે. • ઉપદ્રવિત છોડના પાન પીળાશ પડતા બદામી અથવા ભુખરા રંગના થઈ સુકાઈ જાય છે. • વધુ ઉપદ્રવ હોય તો પાક જાણે બળી ગયો હોય તેવો દેખાય છે, જેને “હોપર બર્ન” કહે છે. • ખેતરમાં તેનાથી થતું નુકસાન ગોળ કુંડાળા (ટાલા) રૂપે આગળ વધે છે.
• ઉપદ્રવિત છોડની કંટીમાં દાણા પોચા રહે છે અને ઉત્પાદન ઉપર ખૂબ માઠી અસર થાય છે. _x000D_ • ઉપદ્રવ ચાલુ થયા પછી એક જ અઠવાડિયામાં આખા ખેતરમાં પ્રસરી જાય છે._x000D_ • પાકમાં સતત મોજણી કરતા રહેવુ જેથી ચૂસીયાંના ઉપદ્રવની શરૂઆત થાય કે તુરત જ નુકશાન અને જીવાતગ્રસ્ત મર્યાદિત વિસ્તાર (સ્પોટ)માં જ જંતુનાશક દવા આપવાથી ખૂબ જ ઓછા ખર્ચે અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે._x000D_ • નાઈટ્રોજનયુકત રાસાયણિક ખાતરો ભલામણ મુજબ હપ્‍તામાં આપવા જોઈએ. _x000D_ • ચૂસીયાંનો ઉપદ્રવ જોવા મળે કે તરત જ કયારીમાંથી પાણી નિતારી નાંખવુ._x000D_ • ફોરેટ ૧૦જી (૧૦ કિ.ગ્રા/હે) અથવા કાર્બોફ્યુરાન ૩જી (૨૦ થી ૨૫ કિ.ગ્રા./હે) કોઈપણ એક દાણાદાર કીટનાશક દવાનો ઉપયોગ કરવાથી ચૂસીયાંનું પણ નિયંત્રણ થાય છે. _x000D_ • પાકની પાછલી અવસ્થાએ જો દાણાદાર દવા આપવાનું શક્ય ન હોય તો એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ક્લોથીયાનીડીન ૫૦ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા ડાયનોટેફ્યુરાન ૨૦ એસજી ૪ ગ્રામ અથવા ઇથોફેનપ્રોક્ષ ૧૦ ઇસી ૧૦ મિલિ અથવા ફેનોબુકાર્બ ૫૦ ઈસી ૨૦ મિલિ અથવા પાયમેટ્રોજીન ૫૦ ડબલ્યુજી ૫ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. _x000D_ _x000D_ આર્ટિકલ સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ _x000D_ વિડીયો સંદર્ભ: POka maKOR _x000D_ આ બહુપયોગી માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો_x000D_ _x000D_
42
6
અન્ય લેખો