AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળુ ડાંગરમાં ગાભમારાની ઇયળથી થતા નુકસાનને રોકો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઉનાળુ ડાંગરમાં ગાભમારાની ઇયળથી થતા નુકસાનને રોકો !
👉 પિયત ધરાવતા ખેડૂતો ઉનાળામાં પણ ડાંગરની ખેતી કરતા હોય છે. આ ઇયળ છોડની વાનસ્પતિક વૃધ્ધિ દરમ્યાન થડમાં દાખલ થઈ બે ત્રણ દિવસ સુધી કુમળો ભાગ ખાધા પછી થડના ગાંઠ નજીકના ભાગ અંદરનો ગર્ભ ખાવા માંડે છે. જેથી છોડનો પીલો સુકાઇ જાય છે જેને ડેડ હાર્ટ કહેવાય છે. 👉 જ્યારે કંટી નીકળતી વખતે ઉપદ્રવ હોય તો કંટી સફેદ નીકળે છે અને દાણા ભરાતા નથી (વ્હાઇટ ઇઅર હેડ). ખેડૂતો તેને “સફેદ પીંછી”ના રોગથી પણ ઓળખે છે. 👉 શરુઆતમાં ઉપદ્રવિત છોડ ક્યારીમાંથી કાઢી નાંખી નાશ કરી દેવા. 👉 આ જીવાતની ઇયળ ડાંગરના થડમાં અંદર રહી નુકસાન કરતી હોવાથી દાણાદાર દવા વધુ અસરકારક રહે છે. 👉 ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૪ જીઆર ૧૦ કિ.ગ્રા. અથવા કારટેપ હાઇડ્રોકલોરાઇડ ૪ જી ૧૮ કિ.ગ્રા. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૫% + થાયામેથોક્ષામ ૧% જીઆર ૬ કિ.ગ્રા. અથવા ફીપ્રોનીલ ૦.૩ જીઆર ૨૦ થી ૨૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે જમીનમાં આપવી. દવા આપ્યા પછી ક્યારીમાંથી પાણી કાઢી નાંખવું નહિ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
8
0