AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળુ અડદમાં શીંગ કોરી ખાનાર ઇયળનું કરો અસરકારક નિયંત્રણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઉનાળુ અડદમાં શીંગ કોરી ખાનાર ઇયળનું કરો અસરકારક નિયંત્રણ !
ઘણા ખેડૂતોએ ઉનાળુ અડદની ખેતી કરી જ હશે. શીંગો બેસવાના સમયે આ ઇયળ શીંગમાં વિકાસ પામતા દાણાને ખાઇ જઇ નુકસાન કરતી હોય છે. આ ઇયળના શરીર ઉપર ટપકાં હોવાથી સહેલાઇથી ઓળખી શકાય છે. ક્યારેક અડદના ફૂલો અને શીંગોને ભેગી કરી જાળા બનાવીને પણ નુકસાન કરતી હોય છે. પાકમાં ૫૦ ટકા છોડ ઉપર ફૂલો આવી ગયા હોય ત્યારે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૨૦ ડબલ્યુજી દવા ૫ ગ્રા અથવા લુફેન્યુરોન ૫.૪૦ ઇસી દવા ૧૦ મિલિ અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી દવા ૧૦ ગ્રા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
14
0