AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળું સીઝનમાં કરેલ ભીંડા ની શીંગ કોરી ખાનાર ઇયળનું વ્યવસ્થાપન !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ઉનાળું સીઝનમાં કરેલ ભીંડા ની શીંગ કોરી ખાનાર ઇયળનું વ્યવસ્થાપન !
👉 પિયત ધરાવતા ઘણા ખેડૂતોએ ઉનાળુ ભીંડા કર્યા જ હશે. જેમા શીંગો કોરી ખાનાર ઇયળનો પ્રશ્ન આવતો હોય છે. 👉 ટપકાં વાળી અને લીલી ઇયળ એમ બે પ્રકારની ઇયળો શીંગોને નુકસાન કરતી હોય છે. 👉 છોડ નાના હોય ત્યારે ડૂંખને કોરી ખાઇ નુકસાન કરે છે. 👉 શીંગો બેસતા ઇયળ ભીંડામાં ઉતરી જઇ અંદરથી કોરી ખાય છે. શીંગોનો આકાર પણ બદલાઇ જતો હોય છે. 👉 ભીંડાની સમયસર અને નિયમિત વિણી કરતા રહેવું. 👉 ભીંડાની દરેક વીણી વખતે ઈયળથી નુકસાન પામેલ ફળો જૂદા પાડી યોગ્ય નિકાલ કરવો. 👉 નુકસાનવાળા ઘરડી શીંગો છોડ ઉપર ન રહેવા દેતા તેમને ઉતારી નાશ કરવા. સડેલા ભીંડા જૂદા તારવી ઢોરને પણ ખવડાવી શકાય. 👉 બેસીલસ થુરીન્જીન્સીસસ (બીટી) નામના જીવાણુંનો પાવડર ૨૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. 👉 સેન્દ્રીય ખેતી કરતા ખેડૂતોએ ૪૦ ફેરોમોન ટ્રેપ્સ પ્રતિ હેક્ટરે ગોઠવવા. 👉 ઉપદ્રવની શરુઆત થતા લીમડા આધારિત દવાઓનો છંટકાવ કરવો. 👉 આ દવાઓ ૧૫ મિલિ ( ૧૫૦૦૦ પીપીએમ) થી ૪૦ મિલિ ( ૧૫૦૦ પીપીએમ) પ્રતિ ૧૫ લિટર પાણી પ્રમાણે ઉપયોગ કરવો. 👉 ઇયળનો ઉપદ્રવ વધતો જણાય તો ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મિલિ અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦ મિલિ અથવા સાયપમેથ્રીન ૨૫ ઇસી ૪ મિલિ અથવા ડેલ્ટામેથ્રીન ૨.૮ ઇસી ૧૦ મિલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૪.૯ સીએસ ૬ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુ.જી. ૪ ગ્રામ અથવા પાયરીપ્રોક્ષીફેન ૫% + ફેંપ્રોપેથ્રીન ૧૫% ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
2
અન્ય લેખો